ન્યુ યર પહેલા જ મહાકાલના દર્શન માટે દેશભરમાંથી પહોંચ્યા 3.30 લાખ શ્રદ્ધાળુઓ

  • January 01, 2024 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આજે પણ ૫ થી ૭ લાખ શિવ ભક્તો કરશે દર્શન, વિકેન્ડ વેકેશનના કારણે રાજ્સ્થાન અને હિમાચલમાં પર્યટકોની ભારે ભીડ



નવા વર્ષની શરૂઆતના એક દિવસ પહેલા જ રવિવારે ભગવાનના આશીર્વાદ લેવા માટે ધાર્મિક સ્થળો પર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ઉજ્જૈનમાં ૩.૩૦ લાખ ભક્તોએ મહાકાલના દર્શન કર્યા. સુરક્ષા વ્યવસ્થા માટે એક હજાર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં ૭૦૦ જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. ચારધામ મંદિરની સામેથી ભક્તોને મંદીરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.


મંદિરના સંચાલક સંદીપ સોનીના જણાવ્યા અનુસાર, રવિવારે લગભગ સાડા ત્રણ લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. જેમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી ભક્તો અહીં આવ્યા હતા. તેવી જ રીતે નવા વર્ષના પ્રથમ દિવસે અંદાજે ૫ થી ૭ લાખ ભક્તો આવવાનો અંદાજ છે.


હિમાચલમાં ખીલી વસંત


નવા વર્ષની ઉજવણી માટે હિમાચલ પ્રદેશના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. શિમલા, મનાલી, ડેલહાઉસી, કસૌલી અને ધર્મશાલામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા છે. ૨ જાન્યુઆરી સુધી ૯૦-૬૫% સરકારી અને ખાનગી હોટલોમાં એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. હિમાચલની શક્તિપીઠોને ૨ દિવસ અગાઉથી જ ફૂલોથી શણગારવામાં આવ્યા છે. જ્વાલા જી, બ્રિજેશ્વરી, બગલામુખી, ચામુંડા, શ્રી નયના દેવીજી ખાતે ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે શક્તિપીઠોના દરવાજા વહેલી સવારથી જ ભક્તો માટે દર્શનાર્થે ખોલી દેવામાં આવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application