2600 કેસ કરી કમાઇ લીધા કરોડો, માતા પિતા અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડને પણ ના છોડ્યા !

  • November 25, 2023 04:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે તમે એવા ઘણા લોકો વિશે સાંભળ્યું જ હશે જે પૈસા કમાવવા માટે વિચિત્ર રીત અપનાવે છે. પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે અન્ય લોકો પર કેસ દાખલ કરીને પૈસા કમાય છે. આ વ્યક્તિએ તેના જીવનમાં અત્યાર સુધીમાં લગભગ ૨૬૦૦ કેસ દાખલ કર્યા છે અને તેમાંથી ઘણા જીત્યા છે અને વળતર તરીકે કરોડોની કમાણી કરી છે.


 દુનિયાના સૌથી વિવાદાસ્પદ વ્યક્તિની જોનાથન લીનું કામ દુનિયાની કોઈપણ વ્યક્તિ સામે કેસ નોંધાવવાનું છે. આ મામલામાં તેને થયેલી મુશ્કેલી માટે વળતરની માંગણી કરે છે. આ વળતરની રકમમાંથી અત્યાર સુધી વ્યક્તિએ કરોડો રૂપિયાની કમાણી કરી છે. અમેરિકાના રહેવાસી જોનાથનને વિકિપીડિયાએ દુનિયાનો સૌથી મોટો ફ્રોડ કરનાર ગણાવ્યો છે.


ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સ અનુસાર, જોનાથનનું નામ વિશ્વમાં સૌથી વધુ કેસ દાખલ કરનાર વ્યક્તિ તરીકે સામેલ છે. પરંતુ જોનાથને આ રેકોર્ડ માટે પણ કેસ દાખલ કર્યો હતો. તેણે ગીનીસ બુક ઓફ રેકોર્ડ્સ સામે કેસ દાખલ કર્યો હતો અને આરોપ મૂક્યો હતો કે તેઓ તેમની પરવાનગી વિના પુસ્તકમાં તેમના અંગત જીવન વિશે લખે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે જ્યારે કોઈ જજ તેના કેસમાં તેની વિરુદ્ધ ચુકાદો આપે છે ત્યારે તે જજ પર કેસ પણ કરે છે. જોનાથનએ તો પોતાના માતા પિતા પ્ર પણ કેસ કર્યો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application