કેવાયસી અપડેટ કરવાનો કાલે છેલ્લો દિવસ, નહીતર ફાસ્ટેગ થઇ જશે બ્લેકલિસ્ટ

  • February 28, 2024 04:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



એક વાહન પર એક કરતા વધુ ફાસ્ટેગ લીધા હોય અને કેવાયસી અપડેટ કર્યું ન હોય તો તે વ્યક્તિની સમસ્યાઓ વધી શકે છે. એક્સપ્રેસવે અને નેશનલ હાઈવે પર મુસાફરી કરતી વખતે સમસ્યાઓથી બચવા આવતીકાલ સુધીમાં કેવાયસી અપડેટ કરવું જરૂરી છે. જો આમ નહીં કરવામાં આવે તો ફાસ્ટેગ બ્લેકલિસ્ટ થઈ જશે. એનએચએઆઈ અધિકારીઓએ જણાવ્યું કે, આ વખતે કેવાયસી અપડેટ કરવાની છેલ્લી તારીખ લંબાવવાની શક્યતા ઘણી ઓછી છે. મોટી સંખ્યામાં લોકોએ એક વાહન પર બે કે તેથી વધુ ફાસ્ટેગ લીધા છે, જેના કારણે કેટલીકવાર એજન્સીઓને ટોલ ફી કાપવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

નિયમો અનુસાર, ફાસ્ટેગ લેનાર વ્યક્તિનું કેવાયસી અપડેટ થવું જોઈએ. કાર પણ તે વ્યક્તિના નામની હોવી જોઈએ. શરૂઆતમાં એવી છૂટ હશે કે વાહન અન્ય વ્યક્તિના નામે હોય તો પણ ફાસ્ટેગ જારી કરનાર વ્યક્તિનું કેવાયસી હોવું જરૂરી છે.

દેશમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જેમની કાર કોઈ બીજા નામે છે અને ફાસ્ટેગ કોઈ અન્ય વ્યક્તિના નામે છે. ફાસ્ટેગ તેમના મોબાઈલ નંબર પરથી જ જારી કરવામાં આવે છે. આનાથી પણ સમસ્યાઓ થઈ શકે છે.

એનએચએઆઈના આ નિર્ણય બાદ ઘણા લોકો મુંઝવણમાં છે, કારણ કે કેટલાક લોકોએ પોતાના મોબાઈલ નંબર પર ફાસ્ટેગ જારી કર્યું છે. ખાસ કરીને નવું વાહન ખરીદતી વખતે તેનો કોઈ નંબર હોતો નથી. આવી સ્થિતિમાં ફાસ્ટેગ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ મોબાઈલ નંબર પર જ વાહનની કેટેગરી અનુસાર ફાસ્ટેગ જારી કરે છે. એટલે કે, જો કોઈ ગ્રાહક કાર ખરીદતો હોય તો તેને ફોર વ્હીલર આપવામાં આવે છે અને જો કોઈ ગ્રાહક 10 ટાયર ટ્રક ખરીદતો હોય તો તેને કોમર્શિયલ કેટેગરી ફાસ્ટેગ આપવામાં આવે છે.

જો એક વોલેટ આઈડી અથવા એક બેંક ખાતામાંથી એક કરતા વધુ વાહનો માટે ફાસ્ટેગ જારી કરવામાં આવે અને કેવાયસી અપડેટ કરવામાં આવે તો કોઈ સમસ્યા નથી. દરેક વાહન માટે અલગથી રિચાર્જ કરવાની જરૂર નથી. તમારા વોલેટમાં પૂરતું બેલેન્સ હોવું જોઈએ, જેથી ટોલ ભરવામાં કોઈ મુશ્કેલી ન આવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application