થાઇરોઇડ બની શકે છે ઘણા ગંભીર રોગોનું કારણ, આ ખોરાકથી તેને નિયંત્રણમાં રાખો

  • January 08, 2024 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજના સમયાં બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને થાઇરોઇડ જેવી બિમારીઓ વિશેષ માત્રામાં જોવા મળતી હોય છે. તેમાં પણ વાત કરવામાં આવે થાઇરોઇડની તો જો તેને સમયસર કાબુમાં લેવામાં ન આવે તો તે ઘણી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. થાઇરોઇડ હોર્મોન ચયાપચય, પ્રજનનક્ષમતા, માનસિક સ્વાસ્થ્ય અને હૃદયના ધબકારા સહિત શરીરના અન્ય ઘણા કાર્યો માટે પણ જવાબદાર છે. ત્યારે થાઇરોઇડના લક્ષણો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે જેથી સમયસર સારવારથી તેને ઠીક કરી શકાય.



થાઇરોઇડ માટે નોંધપાત્ર વાત એ છે કે, આ રોગથી પીડિત લોકોને લાંબા સમય સુધી તેની ખબર હોતી નથી અને જ્યારે તેમને યોગ્ય સમયે યોગ્ય સારવાર ન મળે તો સ્થિતિ વધુ ગંભીર બની જવાની શકયતા નકારી શકાતી નથી. થાઇરોઇડ એક ખૂબ જ નાની ગ્રંથિ છે, પરંતુ આપણા શરીરના ઘણા મહત્વપૂર્ણ કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ત્યારે અમે આપને થાઇરોઇડના પ્રકાર, તેમાં કેવા પ્રકારે આહારનું સેવન કરવું અને કયા આહારથી દૂર રહેવું તે અંગેની જાણકારી આપીશું.


થાઇરોઇડના પ્રકાર

થાઈરોઈડ બે પ્રકારના હોય છે. જ્યારે થાઈરોઈડ હોર્મોનનું ઉત્પાદન વધારે હોય ત્યારે તેને હાઈપરથાઈરોઈડિઝમ કહેવામાં આવે છે અને જ્યારે હોર્મોનનું ઉત્પાદન ઓછું હોય ત્યારે તેને હાઈપોથાઈરોઈડિઝમ કહેવામાં આવે છે.


થાઇરોઇડના દર્દીઓ માટે આહાર

જો તમે શરીરમાં થાઈરોઈડને કારણે થતી તમામ પ્રકારની સમસ્યાઓથી બચવા ઇચ્છો છો તો તમારે તમારા આહાર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. માત્ર દવાઓ મદદ કરશે નહીં. દવા સિવાય પણ કસરત, સ્ટ્રેસ લેવલ અને ઊંઘની પેટર્ન પર પણ ધ્યાન આપવું એટલું જ આવશ્યક છે. આ સાથે આહાર ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.


- થાઈરોઈડમાં તમે તમામ પ્રકારના શાકભાજીનું સેવન કરી શકો છો. ફક્ત ખાતરી કરો કે શાકભાજીને સારી રીતે રાંધીને ખાઓ.


- આહાર લેતી વેળાએ ધ્યાનમાં રાખવું કે એકસાથે વધુ માત્રામાં આહાર લેવો નહી. આને બદલે થોડું થોડું ખાવાની આદત સ્વાસ્થ્ય માટે દરેક રીતે સારી છે.


- શક્ય હોય ત્યાં સુધી રાજમા અને કઠોળનો સમાવેશ કરો. કારણ કે, તેમાં સેલેનિયમ હોય છે, જે થાઇરોઇડ હોર્મોનના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ છે.


- કોપર અને આયર્નથી ભરપૂર આહાર લેવાથી થાઈરોઈડમાં ખૂબ જ ફાયદો થાય છે.


- કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓ પણ તમારા આહારમાં સામેલ કરવી જોઈએ. ખાસ કરીને દહીં, ચીઝ, દૂધ આ બધી વસ્તુઓ થાઈરોઈડના દર્દીઓ માટે ફાયદાકારક છે.


કેવા આહારથી થાઇરોઇડના દર્દીઓઓએ દૂર રહેવું

થાઈરોઈડના દર્દીઓએ આલ્કોહોલ, કોફી, ગ્રીન ટી, ઠંડા પીણા બિલકુલ ન લેવા જોઈએ. આ પ્રકારના સેવનથી બચવું જોઇએ કેમ કે, તે થાઇરોઇડના દર્દીઓના સ્વાસ્થ્યને જોખાવી શકે છે.


નોંધ

અહીં જણાવેલ સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે. તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા. જો તમને કોઈ પ્રશ્નો હોય તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લેવાનો આગ્રહ રાખો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application