જામનગરના ત્રણ ફરાર આરોપીને અદાલતમાં હાજર થવા જાહેરનામું બહાર પડાયું

  • January 29, 2024 04:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ફરાર આરોપીને અદાલતમાં હાજર થવા જાહેરનામું બહાર પડાયું


જામનગરના ટીંટોડી વાડી, મહમદી એપાર્ટમેન્ટ, ખોજ ગેઈટ પાસે  રહેતા શોકતભાઈ નુરમહ્મદ મલ્લેક નામના આરોપીએ ઔષદ અને સૌન્દર્ય પ્રસાધન ધારા, ૧૯૪૦ની કલમ ૧૮(a)(vi) અને 18(c), 18-A તથા 22(1)(cca) નો ભંગ કરી કલમ ૨૭(b)(ii) હેઠળ શિક્ષાપાત્ર ગુનો કર્યો છે તથા તે પરથી કાઢવામાં આવેલાં ધરપકડ વોરંટ પર એવા શેરો થઈ આવેલ છે કે સદરહુ આરોપી મળી આવતા નથી તે સદરહુ ફરાર થઈ ગયા છે અથવા વોરંટની બજવણી ન થાય  તે માટે સંતાતા કરે છે. આથી આરોપીએ તે ફરિયાદનો જવાબ આપવા તારીખ ૧૪-૦૩-૨૦૨૪ના રોજ સવારના ૧૧-૦૦ કલાકે ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ, જામનગર સમક્ષ હાજર થવા શ્રી શામનાથ ચંદ્રમોહન વેમુલા  દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.


જામનગરના મહાદેવ ભુવન, રૂમ નંબર- 14, જૈન સોસાયટી પાસે રહેતા આનંદ દેવરામ મદ્રાસી, ઉ.વ.19 નામના આરોપીએ નાઓએ ભારતીય દંડ સંહિતા, 1860ની કલમ 302, 323, 449, 450, 147, 148, 149 તથા બી.પી. એક્ટ 135 હેઠળ શિક્ષાપત્ર ગુન્હો કર્યો છે તથા તે પરથી કાઢવામાં આવેલા ધરપકડ વોરંટ પર એવા શેરો થઈ આવેલ છે કે સદરહુ આરોપી મળી આવતા નથી. તે સદરહુ ફરાર થઈ ગયા છે અથવા વોરંટની બજવણી ન થાય તે માટે સંતાતા કરે છે. 

આથી આ આરોપીએ તે ફરિયાદનો જવાબ આપવા તારીખ 14-03-2024 ના રોજ સવારના 11:00 કલાકે ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટશ્રી, જામનગર સમક્ષ હાજર થવા શ્રી શામનાથ ચંદ્રમોહન વેમુલા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.


જામનગરના અંબર ગેસ્ટ હાઉસ પાસે રહેતા પ્રેમબહાદુર ધનબહાદુર ગુરખા, ઉ.વ.18 નામના આરોપીએ ભારતીય દંડ સંહિતા, 1860 ની કલમ 302, 323, 449, 450, 147, 148, 149 તથા બી.પી. એક્ટ 135 હેઠળ શિક્ષાપત્ર ગુન્હો કર્યો છે તથા તે પરથી કાઢવામાં આવેલા ધરપકડ વોરંટ પર એવા શેરો થઈ આવેલ છે કે સદરહુ આરોપી મળી આવતા નથી. તે સદરહુ ફરાર થઈ ગયા છે અથવા વોરંટની બજવણી ન થાય તે માટે સંતાતા કરે છે. 

આથી આ આરોપીએ તે ફરિયાદનો જવાબ આપવા તારીખ 14-03-2024 ના રોજ સવારના 11:00 કલાકે ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટશ્રી, જામનગર સમક્ષ હાજર થવા શ્રી શામનાથ ચંદ્રમોહન વેમુલા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application