૬૦ વર્ષ લોખંડની પેટીમાં 'કેદ' રહી મહિલા, અંતે આ રીતે થયું મોત !

  • December 13, 2023 05:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કલ્પના કરો કે જો તમને થોડા સમય માટે બોક્સમાં બંધ કરવામાં આવે તો તમને કેવું લાગશે? સ્વાભાવિક છે કે નર્વસનેસને કારણે તમારા ધબકારા વધી જશે. તમે બહાર નીકળવા માટે હેરાન થતાં રહશો. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક મહિલા સાત ફૂટ લાંબી લોખંડની નળીમાં ૬૦ વર્ષ સુધી 'કેદ' રહી. આવું કરવું પણ એક મજબૂરી હતી, કારણ કે એ લોખંડનું મશીન જ તેની જીવાદોરી હતી. તેનાથી મુક્તિ એટલે સ્ત્રીનું મૃત્યુ.


અમેરિકાના ટેનેસીની ડિયાન ઓડેલ હવે આ દુનિયામાં નથી. પરંતુ તેની હિંમત અને જીવવાના જુસ્સાની વાર્તા સાંભળીને સૌ કોઈ તેની હિંમત ના વખાણ કરી રહ્યા છે. ડાયનાએ તેનું મોટાભાગનું જીવન 340 કિલો વજનના લોખંડના બોક્સમાં વિતાવ્યું. જ્યારે તે ત્રણ વર્ષની હતી ત્યારે તેને લકવો થયો હતો.  મેડિકલ સાયન્સનો પણ આટલો વિકાસ થયો ન હોવાથી, ઇરુંગ લંગ જ તેમના અસ્તિત્વનો એકમાત્ર આધાર હતો. 


૧૯૫૦ માં, જ્યારે ડાયના ત્રણ વર્ષની હતી, ત્યારે તેણીને બલ્બોસ્પાઇનલ પોલિયો થયો હતો. આ પછી તેનું આખું જીવન બદલાઈ ગયું. તેને જીવતો રાખવા માટે તેને લોખંડના ફેફસામાં રાખવામાં આવી હતી. યુવાવસ્થા સુધી તેમની સ્થિતિ એટલી ગંભીર નહોતી. તે થોડા સમય માટે મશીન છોડી શકતી હતી,પરંતુ ૨૦ વર્ષની ઉમરને પાર કરતાની સાથે જ તેને ૨૪ કલાક લોખંડના ફેફસામાં 'કેદ' રહેવું પડ્યું. આ મશીનમાં તે સૂતી હતી. માત્ર માથું બહાર હતું. હવે કલ્પના કરો કે તેણે પોતાનું આખું જીવન ત્યાં કેવી રીતે વિતાવ્યું હશે.


પરંતુ ડાયનાએ આ બીમારી સામે ક્યારેય હિંમત હારી નહીં. તેણે લોઢાના બોક્સમાં રહીને સામાન્ય જીવન જીવવાનો પ્રયાસ કર્યો. તેણી ક્યારેય શાળાએ ગઇ ન હતી, પરંતુ શિક્ષકો અને પરિવારની મદદથી તેણે ઘરે બેસીને તેનો હાઈસ્કૂલ ડિપ્લોમા મેળવ્યો. આ પછી તેણે પગ વડે લખવાનું શીખી લીધું. પછી તેણે મશીનમાં કામ કરીને કોલેજનો અભ્યાસ પૂરો કર્યો. એટલું જ નહીં, તે 'બ્લિન્કી' નામનું બાળકોનું પુસ્તક લખવામાં પણ સફળ રહી હતી.


બોક્સ રૂપી ફેફસાં કામ કરવાનું ચાલુ રાખે તેની ખાતરી કરવા માટે, ડિયાનના પરિવારે ઇમરજન્સી જનરેટર ગોઠવ્યું હતું. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી હતી કે પાવર કટ ઓફના કિસ્સામાં તેને તરત જ શરૂ કરી શકાય. પણ ૨૦૦૮માં આવેલા વાવાઝોડાએ ટેનેસીમાં પાવર આઉટ કર્યો અને આયર્ન લંગે કામ કરવાનું બંધ કરી દીધું. ડિયાનાનો શ્વાસ રૂંધાઈ ગયો. પરિવારના સભ્યો જનરેટર ચાલુ કરે તે પહેલા જ તેણીએ અંતિમ શ્વાસ લીધા હતા.
​​​​​​​

ડિયાનાની જેમ, વિશ્વમાં અન્ય ઘણા લોકો હતા જેમણે આયર્ન લંગનો ઉપયોગ કર્યો હતો. અમેરિકાના પોલ એલેક્ઝાન્ડર એકમાત્ર વ્યક્તિ છે જે આ લોખંડના મશીનની મદદથી જીવિત છે. તેણે પોલિયો સામે લડતી વખતે સફળતાની ગાથા પણ લખી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application