ધોનીના આ ખેલાડીએ સાત ફેરા લેવા છોડી દીધી વર્લ્ડ ચેમ્પિયનશિપ !

  • June 05, 2023 04:55 PM 

કોઈએ સાચું જ કહ્યું છે કે પ્રેમમાં પડેલો પ્રેમી દરેક ક્ષણે શબ્દો અને કવિતા દ્વારા તેની પ્રિયતમાને કહેવાનો પ્રયાસ કરે છે કે તે તેને કેટલો પ્રેમ કરે છે. આ સ્થિતિ ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર રુતુરાજ ગાયકવાડની છે. કારણ કે પોતાની મંગેતર સાથે લગ્ન કરવા માટે આ ક્રિકેટરે ઈંગ્લેન્ડમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ટીમમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું એટલું જ નહીં, પરંતુ તેને પોતાના આ પગલા પર કોઈ અફસોસ પણ નથી.


રુતુરાજ ગાયકવાડની પત્ની ઉત્કર્ષ પવાર મહારાષ્ટ્ર માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. આ બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, ત્યારપછી તેઓએ લગ્ન કરી લીધા. IPL 2023 માં CSK ને ચેમ્પિયન બનાવનાર ઓપનર બેટ્સમેન રુતુરાજ ગાયકવાડે 3 જૂને તેની મંગેતર ઉત્કર્ષ પવાર સાથે લગ્ન કર્યા. આ કપલ મહારાષ્ટ્રના મહાબળેશ્વર શહેરમાં લગ્નના બંધનમાં બંધાયું હતું, ત્યારબાદ તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.


તેમણે સાદગી સાથે એકબીજાને પોતાનો બનાવતા તેમનો દેખાવ ખૂબ જ રોયલ અને ભવ્ય રાખ્યો હતો.ઋતુરાજ ગાયકવાડ સાથે લગ્ન કરનાર ઉત્કર્ષ પવારે તેના લગ્ન માટે બે આઉટફિટ પસંદ કર્યા હતા, જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી. તેણીએ લાલ લહેંગા પસંદ કરવાને બદલે, તેણે હળવા રંગને પસંદ કર્યો, જે આજકાલ ટ્રેન્ડમાં છે.


રૂતુરાજે લગ્ન માટે બે આઉટફિટ પણ પસંદ કર્યા હતા. તેણે પહેલા સફેદ શેરવાની પહેરી હતી, જ્યારે બાદમાં તેની પત્નીના દેખાવ સાથે મેળ ખાતા ન્યુડ ટોનની બંધગાળા જેકેટ સાથે ધોતી પહેરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application