તમે દુનિયાભરમાં ઘણા અજીબોગરીબ કાયદાઓ જોયા હશે, પરંતુ હાલના સમયમાં ફ્રાન્સમાં જે પ્રકારના કાયદાની ચર્ચા થઈ રહી છે, તેના વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે. અહીંની સરકાર કૂકડાઓને ચીસો પાડવાનો અધિકાર આપી રહી છે. આ સાથે જ સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ તેના અવાજથી પરેશાન છે અને તેની ફરિયાદ કરે છે તો તેની કોઈ અસર નહીં થાય.
ફ્રાન્સની સંસદે દેશમાં પડોશીઓ વચ્ચે વધી રહેલા સંઘર્ષને મર્યાદિત કરવા અને ખેડૂતો સામેના અપમાનજનક મુકદ્દમાઓને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે આવો કાયદો પસાર કર્યો છે. અગાઉ, ફ્રાન્સના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં લોકો કૂકડા, કાગડા કે અન્ય પક્ષીઓની ગંધ અને અવાજ વિશે ફરિયાદ કરતા હતા, પરંતુ હવે આમ કરવું સરળ રહેશે નહીં.
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કાયદાનું સમર્થન કર્યું છે અને આ નવો કાયદો સેનેટ સુધી પહોંચ્યો છે. કાયદા મંત્રીએ એક્સ પર કહ્યું કે 'આ કાયદો ખેડૂતો સામેના કાયદાકીય કેસોનો અંત લાવશે, તેઓ ફક્ત તેમનું કામ કરે છે જેથી અમે ખોરાક ખાઈ શકીએ. આ સામાન્ય જ્ઞાનની વાત છે.
લગભગ 500 ખેડૂતો હાલમાં તેમના ખેતરોમાંથી અવાજ અથવા ગંધના મુદ્દે પડોશીઓ તરફથી મુકદ્દમાનો સામનો કરી રહ્યા છે. પરંતુ હવે આ કાયદાના અમલ પછી પડોશીઓ માટે અવાજ, ગંદકી અને પ્રાણીઓની દુર્ગંધ અને કૃષિ સાધનોની ફરિયાદ કરવી સરળ રહેશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓખાથી ઉપડતી ટ્રેન ઓખા-પુરી એક્સપ્રેસ ૧૮ જૂને રદ રહેશે
April 10, 2025 02:38 PMબાજુની ઓરડીમાં ન્હાવા જવાનું કહી યુવકે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
April 10, 2025 02:10 PMરાજકોટના તત્કાલીન પીએસઆઇ સાથે ફલેટમાં રોકાણ કરાવાના નામે ૫.૫૦ લાખની છેતરપિંડી
April 10, 2025 02:05 PMફ્રોડ કેસમાં બિલ્ડરે છોડાવી લીધેલા અસલ દસ્તાવેજો ટ્રાયલમાં રજૂ કરવાનો આદેશ
April 10, 2025 02:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech