હાઈવે વિશે સંપૂર્ણ માહિતી આપશે આ એપ, ટોલથી લઈને હોસ્પિટલ અને હોટલનું લોકેશન પણ થશે ઉપલબ્ધ

  • December 26, 2023 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો તમે કાર અથવા બાઇક દ્વારા મુસાફરી કરો છો તો આ માહિતી તમારા માટે ઉપયોગી છે. જીહા, તમારું જીવન સરળ બનાવવા માટે સરકારે એક નવી હાઇવે સુપર એપ (રાજમાર્ગ યાત્રા એપ) લોન્ચ કરી છે. આ એપનું નામ છે રાજમાર્ગ યાત્રા એપ. જે NHAI દ્વારા બનાવવામાં આવી છે. આ એપ દ્વારા તમને હાઈવે સંબંધિત તમામ માહિતી એક જ જગ્યાએથી મળી રહેશે. તમારે અન્ય કોઈ એપ કે કોઈ સાઈટ પર જવાની જરૂર નહીં રહે. તમારા ફોનમાં આ એક એપ તમારા કામને ઘણું સરળ બનાવશે. આ એપ્લિકેશનમાં, તમને નજીકના ટોલ પ્લાઝા, તમારા માર્ગ પરના ટોલ પ્લાઝા, નજીકની સેવાઓ જેવી કે પેટ્રોલ પંપ, હોસ્પિટલ,  હોટેલ વગેરેની સંપૂર્ણ વિગતો પ્રાપ્ત થઇ શકે છે. સરકારની નવી હાઈવે સુપર એપ અનેક જરૂરિયાતો પૂરી કરી શકે છે. આ એપ હાઈવે પર મુસાફરી કરતી વખતે યુઝર્સને અનેક પ્રકારની માહિતી અને સુવિધાઓ આપશે.

આ ફીચર્સ હાઈવે સુપર એપમાં ઉપલબ્ધ હશે

આ એપમાં તમને હાઈવે મેપ જોવા મળશે. તેમાં હાઈવે પર સ્થિત ટોલ પ્લાઝા, સર્વિસ સ્ટેશન, હોસ્પિટલ, પોલીસ સ્ટેશન જેવી માહિતી પણ સામેલ છે.

ટ્રાફિક અપડેટ્સ: આ સેવા તમને હાઇવે પર વર્તમાન ટ્રાફિકની સ્થિતિ વિશે માહિતી પૂરી પાડશે. આની મદદથી તમે તમારા ગંતવ્ય સુધી પહોંચવાનો શ્રેષ્ઠ સમય પસંદ કરી શકો છો.

વેધર અપડેટઃ આ ફીચર દ્વારા તમે તમારી મુસાફરી શરૂ કરતા પહેલા હવામાનની માહિતી મેળવી શકો છો. જેથી તમે હવામાન અનુસાર સુરક્ષિત રીતે મુસાફરી કરી શકો.

હોટસ્પોટ: આના દ્વારા તમે હાઈવે પર સ્થિત હોટસ્પોટ વિશે પણ માહિતી મેળવી શકો છો. જેમાં રેસ્ટોરાં, હોટલ, શોપિંગ મોલ વગેરે વિશેની માહિતીનો સમાવેશ થાય છે.
​​​​​​​

આનાથી ઘણા ફાયદા થશે

રાજમાર્ગ યાત્રા એપ દ્વારા તમે હાઈવે ટ્રાફિકની સ્થિતિ,  હવામાન અપડેટ્સ અને અન્ય માહિતી અગાઉથી મેળવી શકો છો. આથી તમે સુરક્ષિત મુસાફરી કરી શકો છો.

આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને, તમે ઘણો સમય બચાવી શકો છો અને તમારી જરૂરિયાતો અનુસાર તમારો રૂટ નક્કી કરી શકો છો.આ એપથી તમારું જીવન ઘણું સરળ બની જશે કારણ કે તમને એક જ એપમાં હાઇવે વિશેની તમામ માહિતી મળી રહેશે. તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને પ્લેટફોર્મ પરથી રાજમાર્ગ યાત્રા એપ ડાઉનલોડ કરી શકો છો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application