કેદારનાથમાં પ્રપોઝ કરનાર કપલના સપોર્ટમાં આવી બોલીવૂડની આ અભિનેત્રી કહ્યું, 'આપણા ભગવાન પ્રેમની વિરુદ્ધ ક્યારે થઈ ગયા ?'

  • July 06, 2023 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેદારનાથ ધામનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પીળી સાડી પહેરેલી એક યુવતી તેના બોયફ્રેન્ડને પ્રપોઝ કરી રહી છે અને બોયફ્રેન્ડ તેનો પ્રસ્તાવ સ્વીકારીને યુવતીને ગળે લગાવી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક ધાર્મિક સ્થળ પર આવા વીડિયો શૂટ કરવાને ખોટું કહી રહ્યા છે તો કેટલાક તેને સુંદર ગણાવી રહ્યા છે.


આ દરમિયાન, મંદિર પરિસર વતી દંપતી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેના આધારે પોલીસે કાર્યવાહી કરવાનું કહ્યું છે. હવે પોલીસની આ કાર્યવાહી અને આ ઘટના પર બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનની પ્રતિક્રિયા સામે આવી છે. રવીનાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે દંપતીને સમર્થન આપતા પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે અને તેને દુ:ખદ ગણાવ્યું છે.



રવીનાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 'આપણા ભગવાન પ્રેમ કે તેમના ભક્તો કે જેઓ તેમના આશીર્વાદ લઈને આ ક્ષણને પવિત્ર બનાવવા માગે છે તેમની વિરુદ્ધ ક્યારે થઈ ગયા. કદાચ પશ્ચિમી રીત અને તેમની સંસ્કૃતિ અનુસાર પ્રપોઝ કરવું હવે સલામત છે. ફૂલો, મીણબત્તીઓ અને ચોકલેટ સાથે. આ કાર્યવાહી તે લોકો વિરુદ્ધ કરવામાં આવી રહી છે જેઓ ફક્ત તેમના સંબંધો માટે આશીર્વાદ લેવા માંગતા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application