વાંકાનેરમાં પાણી માટે તરસી રહેલી મહિલાઓ બેડા સાથે કચેરીએ દોડી આવી

  • June 06, 2023 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેર નજીક રાજાવડલા રોડ પર આવેલ ગુલાબનગર સોસાયટીમાં છેલ્લા ૨.૫ મહિનાથી પાણી વિતરણ તદન બંધ હોય જેના કારણે સ્થાનિક નાગરિકો પરેશાન થઈ રહ્યા છે, જેમાં આ બાબતે જવાબદાર તંત્રને અનેક લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં પણ પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા આખરે સ્થાનિક મહિલાઓ પાણીની બેડા સાથે પ્રાંત કચેરીમાં ધસી આવી પાણી આપો...પાણી આપો... પાણી આપો...ની પુકાર લગાવી હતી.
​​​​​​​
આ બાબતે ગુલાબનગરની મહિલાઓ નાના નાના બાળકો અને ખાલી બેડાઓ સાથે પ્રાંત કચેરીમાં પહોંચી તંત્ર સામે પાણીની માગ કરી હતી, પરંતુ કોઈ જવાબદાર અધિકારીઓ હાજર ન હોવાથી મહિલાઓ મુંઝાઈ ગઈ હતી. આ તકે તેઓએ નિંભર તંત્ર સામે તાત્કાલિક પાણીની માગ કરી હતી અને સાથે જો તંત્ર દ્વારા હજુ પણ કોઈ વ્યવસ્થા કરવામાં નહીં આવે તો મહિલાઓ કચેરી ખાતે ભુખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. હવે જોવાનું રહ્યું કે છેલ્લા ૨.૫ મહિનાથી તરસી વાંકાનેરની ગુલાબનગર સોસાયટીને તંત્ર દ્વારા પાણી આપવામાં આવે છે કે આંખ આડા કાન કરી જવાબદાર તંત્ર હજુ પણ મહિલાઓની લાચારીનો તમાસો જોશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application