આ તો હજુ નાની માછલીઓ છે, ડમી કાંડમાં મોટા મગરમચ્છો સંડોવાયેલા, કાલે પોલીસને બધી વિગતો આપીશ : યુવરાજસિંહ

  • April 20, 2023 07:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બની ચુકેલા સ્પર્ધાત્મક પરીક્ષા માટેના ભાવનગરના ડમી કાંડ મામલે યુવરાજસિંહ જાડેજાને સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પણ તબિયત લથડતા તેઓ હાજર રહ્યા ન હતા અને ૧૦ દિવસના સમયની માંગ કરી હતી. પરંતુ ભાવનગર પોલીસે તેણે 48 કલાકમાં હાજર થવાનું ફરમાન સાથે બીજી નોટીસ પાઠવી હતી.

ત્યારે આજે ફરીવાર ડમી ઉમેદવાર કૌભાંડ મામલે યુવરાજસિંહે મોટો ખુલાસો કર્યો છે. યુવરાજસિંહે આજે પ્રેસ કોન્ફરન્સ માધ્યમથી જણાવ્યું છે કે, તેઓ આવતીકાલે ભાવનગર પોલીસ સમક્ષ હાજર થશે અને તમામ જવાબ આપશે. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું હતું કે, આવતીકાલે ડમી ઉમેદવાર કાંડમાં મોટા મગરમચ્છો, મંત્રીઓના નામનો પણ તેઓ ખુલાસો કરશે. કેટલાક નેતાઓની રહેમનજર હેઠળ જ આ કૌભાંડ ચાલે છે અને તેમને પણ કટકીઓ પહોંચે છે. આ વાત સાબિત કરવાના તમામ પુરાવા તેમની પાસે છે. તેમણે વધુમાં ઉમેર્યું છે કે, આ કૌભાંડ વર્ષ 2004થી ચાલે છે. માત્ર 36 આરોપી જ નથી ઘણા નામો છે કાંડમાં.


વધુમાં યુવરાજસિંહે જણાવ્યું હતું કે ધો. 12 માં પણ ડમી તરીકે બેસનાર 2 નામ મારી પાસે છે. જેમાં પી.કે. ના કહેવાથી ઋષિ બારૈયાએ ડમી પરીક્ષાર્થી તરીકે પરીક્ષા આપી હતી. તેમજ દર્શન બારૈયાએ અન્ય વિદ્યાર્થીની જગ્યાએ પરીક્ષા આપી હતી. મને ભાવનગર પોલીસનું સમન્સ છે. તેમાં હું હાજર રહીશ. આવતીકાલે મોટા નેતા મંત્રીઓના ખુલાસા કરીશે. જેમણે મને ઓફરો કરી છે. તેમના નામ જાહેર કરીશ. પણ તે નેતાઓના નિવેદનો પણ લેવાવા જોઈએ.


ડમીકાંડ મામલે યુવરાજસિંહે 17 વીડિયો છે અને તમામ આધાર પુરાવા હોવાનો તેમણે દાવો કર્યો છે. મને ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેના જવાબ આપીશું. તેમજ પોલીસ આરોપીને સાક્ષી બનાવી રહી છે. તેમજ અમને ધમકીઓ પણ મળી છે. ત્યારે યુવરાજસિંહે કહ્યું હતું કે મારા પરિવારને અકસ્માતમાં ઉડાવી દેવાની ધમકી અપાઈ રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application