રાત્રે હોટલ માંથી અચાનક ગાયબ થઇ જતા હતા IPLના આ 4 ખેલાડીઓ, BCCI કરશે આકરી સજા

  • June 29, 2023 06:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના ચાર યુવા ખેલાડીઓને બીસીસીઆઈ સજા આપવા જઈ રહી છે. મોટા સમાચાર એ છે કે આ ચાર ખેલાડીઓએ IPL 2023 દરમિયાન ટીમની આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. આ ખેલાડીઓ ટીમ હોટલમાંથી પરવાનગી વગર ગાયબ થઈ જતા હતા. જે બાદ IPL ટીમે તેના વિશે BCCIને ફરિયાદ કરી હતી.


રિપોર્ટ્સમાં એ પણ ખુલાસો થયો છે કે આ ચાર ખેલાડીઓ IPLની ઉત્તર ભારતની ફ્રેન્ચાઈઝીના ખેલાડી છે. ઉત્તર ભારતની ફ્રેન્ચાઇઝીનો અર્થ એ છે કે ચારેય ખેલાડીઓ લખનૌ સુપરજાયન્ટ્સ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અથવા રાજસ્થાન રોયલ્સના છે.


ઉત્તર ભારતની ફ્રેન્ચાઈઝીના માલિકે પોતે ખુલાસો કર્યો છે કે તેમના ખેલાડીઓએ IPL દરમિયાન ચાર વખત આચારસંહિતાનો ભંગ કર્યો હતો.


અહેવાલ મુજબ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે પસંદ કરાયેલી ODI અને ટેસ્ટ ટીમમાં માત્ર પ્રદર્શન જ ધ્યાને રખાયું નથી. તેના બદલે, ખેલાડીઓના મેદાનની બહારના વર્તન માટે પણ એક માપદંડ રાખવામાં આવ્યો છે.


કદાચ આ જ કારણ છે કે કેટલાક ખેલાડીઓને વનડે અને ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યા નથી. જોકે, તે ખેલાડીઓના નામ ત્યારે જ સ્પષ્ટ થશે જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટી20 શ્રેણી માટેની ટીમની જાહેરાત થશે. કારણ કે બીસીસીઆઈ આ મામલામાં જે પ્રકારની કડકતા જાળવી રાખે છે તે જોઈને લાગે છે કે દોષિત ખેલાડીઓ માટે વેસ્ટ ઈન્ડિઝની ટી20 શ્રેણીમાં પણ રમવું મુશ્કેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application