લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ઇન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું છે. એ તો સૌ કોઇ જાણે છે કે ઇન્ડિયા ગઠબંધનનો હેતુ શું છે. દેશના રાજકારણના વિવિધ પક્ષો ભાજપને માત આપવા માટે એક મંચ પર આવ્યા છે પરંતુ સીટ શેરીંગ મુદ્દે પેચ ફસાયેલો છે. આ બેઠક વહેચણીનું કોકડુ ગૂચવાયેલું જ છે. આ મુદ્દે કોઇ સુખદ સમાધાન હજુ સુધી આવ્યું નથી. પહેલા એવી વાત હતી કે 31 ડિસેમ્બર સુધીમાં બધુ બરાબર નક્કી થઇ જશે. પરંતુ નવું વર્ષ આવી ગયું છતાં પણ સીટ શેરીંગનો મુદ્દો યથાવત છે. ત્યારે ઇન્ડિયા ગઠબંધનની આવતીકાલે બેઠક મળવાની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ઇન્ડિયા ગઠબંધન ભાજપ વિરૂદ્ધ એકજૂથ થઈને આવતીકાલે 13 જાન્યુઆરીના સવારે 11.30 કલાકે બેઠક કરશે. આ બેઠક ઓનલાઇન થવાની છે. જેમાં ઇન્ડિયા ગઠબંધનના ટોચના નેતાઓ ભાગ લેશે. માનવામાં આવે છે કે, આ ઓનલાઈન બેઠકમાં બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂના પ્રમુખ નીતિશ કુમારને કન્વીનર બનાવવામાં આવી શકે છે. તેમજ કોંગ્રેસ ચીફ મલ્લિકાર્જુન ખડગેને ઈન્ડિયા એલાયન્સના અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે.
શનિવારે યોજાનારી ઇન્ડિયા ગઠબંધનની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. એટલા માટે કે સીટ વહેંચણીને પણ અંતિમ સ્વરૂપ આપવાનું છે. નોંધનીય છે કે, કોંગ્રેસની રાષ્ટ્રીય ગઠબંધન સમિતિ રાજ્યવાર બેઠકોની વહેંચણી અંગે વિવિધ પક્ષો સાથે ચર્ચા કરી રહી છે. પરંતુ કોંગ્રેસને એક પણ પક્ષ સાથે સીટ શેરીંગ મુદ્દે મનમેળ નથી.
અત્યાર સુધીમાં કોંગ્રેસની ગઠબંધન સમિતિએ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), આમ આદમી પાર્ટી, આરજેડી અને સમાજવાદી પાર્ટી સાથે બેઠકોની વહેંચણી અંગે વાતચીત કરી છે. આ સિવાય તૃણમૂલ કોંગ્રેસે કોંગ્રસને બે સીટ આપવાની ઓફર કરી છે. જે ઓફરને કોંગ્રેસ ફગાવી રહ્યું છે. ત્યારે આવતીકાલે થનારી બેઠક બાદ ઇન્ડિયા ગઠબંધનના સંયોજક અને અધ્યક્ષ પદ માટે સત્તાવાર જાહેરાત થાય તેમજ સીટ શેરીંગના મુદ્દે સુખદ ઉકેલ આવે તે માટે સૌ કોઇની મીટ મંડાયેલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech