નીતિશ કુમાર 9મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે. સૂત્રો મુજબ શપથ ગ્રહણ સમારોહ આજે સાંજે 7 વાગ્યે યોજાશે. નીતીશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ ચીફ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે તેઓ જાણતા હતા કે આવું થશે. આજે કર્ણાટકના કલબુર્ગીમાં, તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, "દેશમાં આવા ઘણા લોકો છે જે આયા રામ-ગયા રામની માફક કામ કરતા રહે છે, પહેલા તે અને અમે સાથે લડતા હતા. જ્યારે મેં લાલુ પ્રસાદ યાદવને અને તેજસ્વી યાદવ સાથે વાત કરી તો તેણે પણ કહ્યું કે નીતીશ જઈ રહ્યા છે. જો તેઓ રોકાવા માંગતા હોત તો તેઓ રોકાયા હોત પણ તેઓ જવા દેવા માગતા હતા. તેથી અમે આ વાત પહેલાથી જ જાણતા હતા, લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવે અમને આ માહિતી પહેલેથી જ આપી દીધી હતી. આજે તે સાચી પડી.
મલ્લિકાર્જુન ખડગેના નિવેદનનો વિરોધ કરતા ભાજપના નેતા ગિરિરાજ સિંહે કહ્યું કે બિહારને જંગલરાજમાંથી આઝાદી મળી છે. ગિરિરાજ સિંહે કહ્યું કે લાલુ પ્રસાદ યાદવ સતત નીતિશ કુમારને રાજીનામું આપવાની અને તેજસ્વીને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા હતા. અમને ડર હતો કે જો તેજસ્વી મુખ્યમંત્રી બનશે તો બિહારમાં જંગલરાજ ફરી જશે. હવે નીતીશના રાજીનામાથી એક વાત સ્પષ્ટ છે કે નવી સરકાર બિહારમાં જંગલરાજ નહીં આવવા દે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે મહાગઠબંધન સાથેના સંબંધો તોડી નાખ્યા અને રાજ્યપાલને રાજીનામું સોંપ્યું. નીતિશ કુમારે કહ્યું કે અમે જેમની સાથે પહેલા સરકાર બનાવી છે તે જો ઈચ્છે તો નવી સરકાર આજે જ શપથ લેશે. આ દરમિયાન નીતિશ કુમારે એ પણ જણાવ્યું કે શા માટે તેમણે મહાગઠબંધન સાથે નાતો તોડ્યો. નીતિશે કહ્યું કે મહાગઠબંધનમાં વસ્તુઓ સારી રીતે ચાલી રહી નથી. અમે ઈન્ડિયા એલાયન્સમાં કામ કરતા હતા. બધાને સાથે લાવતા હતા. બાકીના કામ કરતા ન હતા. ગઠબંધનની સ્થિતિ સારી ન હતી. આજે મે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. અમે સરકારને નાબૂદ કરવા જણાવ્યું હતું. અમે જોઈ રહ્યા હતા, દરેકના અભિપ્રાય લીધા હતા, ચારે બાજુથી અભિપ્રાય આવી રહ્યા હતા. અમે પાર્ટીની વાત સાંભળી અને સરકારને નાબૂદ કરી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech