ભારતમાં મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે ટ્રેનના હોર્નનો અવાજ પણ બદલાતો રહે છે? હા, ટ્રેનોમાં કુલ ૯ પ્રકારના હોર્ન હોય છે. વિવિધ પરિસ્થિતિઓ માટે વિવિધ પ્રકારના અવાજો છે. જ્યારે ટ્રેનના અવાજ વિશે પૂછવામાં આવે છે, ત્યારે મોટાભાગના લોકોને છુક-છુકનો અવાજ મગજમાં આવે છે. ટ્રેનમાં અલગ પ્રકારના હોર્ન હોય છે અને તે અલગ-અલગ પોઝિશન પર વગાડવામાં આવે છે.
હોર્ન ૧ - આ હોર્નનો અર્થ છે કે ટ્રેન યાર્ડમાં આવી ગઈ છે અને હવે તેને સાફ કરવાનો સમય આવી ગયો છે.
હોર્ન ૨ - આનો અર્થ એ છે કે ટ્રેન હવે આગળ વધવા માટે તૈયાર છે.
હોર્ન ૩ - તેનો અર્થ એ છે કે ટ્રેનના લોકોપાયલોટે એન્જિન પરનો પોતાનો કાબૂ ગુમાવી દીધો છે અને હવે ગાર્ડે વેક્યૂમ બ્રેક વડે ટ્રેનને રોકવી પડશે.
હોર્ન ૪ - આ હોર્નનો અર્થ છે કે ટ્રેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ છે અને હવે ટ્રેન આગળ નહીં વધે.
હોર્ન ૫ - જ્યારે લોકો પાયલટને કોઈ ખતરો લાગે છે ત્યારે તે આ પ્રકારના હોર્ન વગાડે છે.
હોર્ન ૬- ૨ નાના અને ૧ મોટું હોર્ન - આ પ્રકારના હોર્ન બે કારણોસર વગાડવામાં આવે છે. સૌ પ્રથમ, જ્યારે કોઈ ટ્રેનની સાંકળ ખેંચે છે અથવા જ્યારે ગાર્ડ વેક્યુમ પ્રેશર બ્રેક લગાવે છે.
હોર્ન ૭ - જો ટ્રેન સતત હોર્ન વગાડે છે તો તેનો અર્થ એ છે કે તે પ્લેટફોર્મ પર રોકાશે નહીં.
હોર્ન ૮ - જ્યારે ટ્રેન રેલ્વે ક્રોસિંગ પાસે પહોંચે છે, ત્યારે ટ્રેન વચ્ચે બે વાર હોર્ન વગાડે છે. તેનું કારણ એ ચેતવણી દેવાનું છે કે કોઈ પણ માણસ રેલવે ટ્રેકની નજીક આવે નહી.
હોર્ન ૯- બે લાંબા અને એક ટૂંકા હોર્ન - જ્યારે ટ્રેન તેનો ટ્રેક બદલે છે ત્યારે આવા હોર્ન ફૂંકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech