નેપાળી પરિવાર નિર્માણાધિન બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફલોરમાં રહેતો હોય પરંતુ વરસાદના લીધે ઉપરના રૂમમાં સુવા ગયો હતો: તસ્કર રોકડ ૫૦,૦૦૦, બુટીયા અને સ્પીકર ઉઠાવી ગયા
શહેરના કાલાવડ રોડ પર વોકહાર્ટ હોસ્પિટલની બાજુમાં જીવરાજાણી શો મના નવા બનતા બિલ્ડીંગમાં ચોકીદારી કરનાર નેપાળી પરિવારના મમાંથી તસ્કરો રોકડ દાગીના સહિત રૂ.૬૭,૦૦૦ ની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવવામાં આવી છે. સામાન્ય રીતે આ પરિવાર ગ્રાઉન્ડ ફલોરમાં રહેતો હોય પરંતુ વરસાદ અને વાવાઝોડાના લીધે તેઓ ઉપરના મમાં સુવા ગયા હતા દરમિયાન ગ્રાઉન્ડ ફલોરમાં રહેલા તેના સામાનની તસ્કરો ચોરી કરી ગયા હતા.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, વોકહાર્ટ હોસ્પિટલ સામે જીવરાજાણી શો મના નવા બનતા બિલ્ડીંગમાં ચોકીદારી કરતા અને અહીં જ રહેતા બાબુભાઈ પ્રેમસિંગભાઈ સોની(ઉ.વ ૨૮) દ્રારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અહીં નવા બનતા બિલ્ડિંગમાં પગીપણુ કરે છે અને અહીં પાકિગમાં તે તથા તેમનો પરિવાર રહે છે.
તારીખ ૧૫૬ ના રોજ વરસાદ અને વાવાઝોડાના લીધે તે તથા તેમનો પરિવાર અહીં પહેલા માળે સુવા ગયો હતો અને ઘરવખરીનો કિંમતી સામાન નીચે ગ્રાઉન્ડ ફલોરમાં હોય દરમિયાન વહેલી સવારે ફરિયાદીના પત્ની રંભાબેનની ઐંઘ ઉડતા તેઓ નીચે જતા સામાન વેર વિખેર હોય અને થેલો પણ ખુલ્લો હોય તેમણે પોતાના પતિને જાણ કરી હતી. બાદમાં તપાસ કરતા થેલામાં રાખેલ રોકડ રૂપિયા ૫૦,૦૦૦ કાનમાં પહેરવાના બુટીયા કિંમત .૧૫,૦૦૦ અને એક સ્પીકર સહિત કુલ પિયા ૬૭,૦૦૦ ની મત્તાની કોઈ ચોરી કરી ગયું હોવાનું માલુમ પડું હતું. જેથી તેમણે આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ડેંગ્યુથી મહિલાનું મોત: આરોગ્ય વિભાગ નિંદ્રામાં
September 19, 2024 12:21 PMજૂનાગઢ ભાજપનું આખું કાર્યાલય જ ગેરકાયદે: પૂર્વ મંત્રીનો પત્ર વાયરલ
September 19, 2024 12:18 PMઆવતા મહિનાથી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં તમામ ટોપ હેડ પોસ્ટ ઇન્ચાર્જના હવાલે
September 19, 2024 12:14 PMસૌરાષ્ટ્ર્ર અને કચ્છમાં ધોમ ધખતો તાપ: વરસાદ છૂમંતર થઈ ગયો
September 19, 2024 12:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech