બોલીવૂડના ભાઈજાનની ગયા વર્ષે આવેલી ફિલ્મ 'ટાઈગર 3'ને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ વર્ષે પણ સલમાન ખાન પાસે મોટા પ્રોજેક્ટ છે. જો કે, આ સાથે સલમાન ખાનના ચાહકો માટે એક સરપ્રાઈઝ પણ છે, જે ભાઈજાન નહી પણ તેના ભાઈ સોહેલ ખાન આપવા જઈ રહ્યા છે. સોહેલ ખાને તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે સલમાન ખાન સ્ટારર 'શેર ખાન'નું કામ ફરી ટ્રેક પર આવી રહ્યું છે જે 2012માં રિલીઝ થવાની હતી. સોહેલ ખાને જણાવ્યું હતું કે આટલા વર્ષોથી બેક બર્નરમાં પડેલી ફિલ્મ 'શેરખાન' થોડા સમયમાં જ ફ્લોર પર જશે.
સોહેલ ખાને કહ્યું કે તે આવતા વર્ષ સુધીમાં આ ફિલ્મને ફ્લોર પર લાવવાની યોજના બનાવી રહ્યો છે. તે આ ફિલ્મ પર વર્ષ 2025માં કામ શરૂ કરશે અને તેને નવી અને અપડેટેડ ટેક્નોલોજીથી બનાવશે. આમાં સલમાન ખાન સાથે કપિલ શર્મા પણ જોવા મળી શકે છે. સોહેલ ખાને જ્યારે ફિલ્મની જાહેરાત કરી હતી ત્યારે તેણે કપિલ શર્માને કાસ્ટ કરવાની વાત પણ કરી હતી.
સોહેલ ખાન 12 વર્ષ પહેલા આ ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યો હતો. તેણે એ પણ જણાવ્યું છે કે શા માટે ફિલ્મને હોલ્ડ પર રાખવામાં આવી હતી. સોહેલે કહ્યું- 'VFX એ એક એવું ક્ષેત્ર છે જે ટેક્નોલોજીના યુગમાં ઝડપથી બદલાઈ રહ્યું છે. દર વખતે અમે ‘શેરખાન’ની સ્ક્રિપ્ટ પૂરી કરતા. પરંતુ આ દરમિયાન, જ્યારે પણ હું માર્વેલની કોઈપણ ફિલ્મ જોતો ત્યારે મને લાગતું કે મેં આ શું લખ્યું છે, મને લાગતું હતું કે જ્યારે આ ફિલ્મ આવશે ત્યાં સુધીમાં તેની સ્ટોરી જૂની થઈ જશે.’ આના પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે સોહેલ ખાન હવે કંઈક મજેદાર એક્શનથી ભરપૂર લઈને આવવા જઈ રહ્યો છે.
રિપોર્ટ અનુસાર, સોહેલ ખાને એ પણ જણાવ્યું કે સલમાન ખાન ફિલ્મમાં એક્શન કરતો જોવા મળશે. સોહેલ ખાને અગાઉ 'ઓઝાર', 'પ્યાર કિયા તો ડરના ક્યા', 'હેલો બ્રધર' અને જય હો જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. આ બધામાં સલમાન ખાન લીડ રોલમાં હતો. હવે ફરી એકવાર ખાન બ્રધર્સ હલચલ મચાવવા જઈ રહ્યા છે. જો સલમાન ખાનના અન્ય પ્રોજેક્ટ્સની વાત કરીએ તો થોડા દિવસો પહેલા સૂરજ બડજાત્યા અને સલમાન ખાન વિશે સમાચાર આવ્યા હતા કે સૂરજ સલમાન સાથે 'પ્રેમ કી શાદી' નામની ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે. પરંતુ બંને વચ્ચે કેટલાક મતભેદોને કારણે આ ફિલ્મને રોકી દેવામાં આવી છે. આ સિવાય સલમાન ખાન અને શાહરૂખ ખાનની ટાઈગર વર્સેસ પઠાણ પણ કન્ફર્મ થઈ ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech