દોષનો ટોપલો મેઘરાજા ઉપર ઢોળવા તંત્ર તૈયાર

  • July 24, 2023 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં દર ચોમાસે ડામર રસ્તા ધોવાઇ જાય છે અને કમરતોડ ખાડા પડી જાય છે. ડામર રોડમાંથી જ્યારે ભ્રષ્ટાચારના પોપડા ઉખડે ત્યારે દોષનો ટોપલો મેઘરાજા ઉપર ઢોળીને બધા જ નિર્દોષ છૂટી જાય છે. ક્યારેય મહાપાલિકા તંત્ર કે કોન્ટ્રાકટર એજન્સીઓનો કોઈ વાંક હોતો જ નથી. હવે વોર્ડવાઇઝ અને રોડ વાઇઝ ડામર રોડને નુક્સાનીનો સર્વે થશે, સરકારમાં રિપોર્ટ થશે અને નવા રસ્તા બનાવવા ગ્રાન્ટ માંગવામાં આવશે. આ બધું વર્ષોથી ચાલે છે. આ બધું બંધ થાય કે ન થાય ડામર રસ્તા ઉપર પડેલા ખાડાનું રિપેરિંગ થઇ જાય તો નાગરિકોને રાહત થશે. ઉપરોક્ત તસ્વીરમાં જવાહર રોડ ઉપર ગેલેક્સી હોટેલથી આગળ પડેલા ખાડા તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application