પંજાબમાં સરેઆમ તાલીબાની શાશન.... આવારતાત્વોએ યુવકની આંગળીઓ કાપી વિડીયો કર્યો વાઇરલ

  • February 25, 2023 10:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોહાલીને અડીને આવેલા ગામ બડ મજરામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં મોહાલીના એક રહેવાસીની આંગળીઓ કાપી નાખવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહી આ અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ હરદીપ સિંહ ઉર્ફે રાજુ મોહાલીના રહેવાસી છે. તેના કેટલાક શખ્સોએ તિક્ષ્ણ હથિયારો વડે આંગળીઓ કાપી નાંખી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘટનાને અંજામ આપતી વખતે સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ દ્વારા આરોપી વ્યક્તિ વિરુદ્ધ અલગ-અલગ ગંભીર કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીની શોધ ચાલી રહી છે. આ મામલે પોલીસ દ્વારા દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, થોડા મહિના પહેલા મોહાલીમાં બંટી નામના યુવકની કેટલાક યુવકોએ નિર્દયતાથી હત્યા કરી હતી. મૃતકના પરિવારજનો દ્વારા આ ઘટનામાં તેમની સંડોવણી હોવાની શંકાના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application