એઠું કરેલ પીઝાના બટકાની કિંમત કરોડોમાં !

  • June 08, 2023 07:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પિઝા આજના સમયમાં દરેકને પસંદ છે અને લોકો દરરોજ પિઝા પાર્ટીઓ કરે છે. આજકાલ તે રૂ.100થી પણ સસ્તા મળી રહે છે અને ક્યાંક સારા રેસ્ટ્રો કે કેફેમાં કિંમત વધુ હોય છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે એક પિઝાની કિંમત રૂ.4 કરોડ હોઇ શકે છે. ઈન્ટરનેટ પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પિઝા સ્લાઈસની કિંમત 4 કરોડ રૂપિયા છે, પરંતુ આવું કેમ?
​​​​​​​

વાસ્તવમાં, આ પિઝા સ્લાઈસ હરાજીમાં વેચવામાં આવી રહી છે. આપણે અગાઉ પણ જોયું છે કે હરાજીના નામે લોકોને સસ્તીથી સસ્તી વસ્તુઓ વેચવામાં આવે છે, પરંતુ આ વખતે આ પિઝા સ્લાઈસની કિંમત 4 કરોડ રૂપિયા રાખીને મર્યાદા વધારી દેવામાં આવી છે. તાજેતરમાં લોકપ્રિય હોલીવુડ સ્ટાર રોબર્ટ ડાઉની જુનિયર દ્વારા ચાવવામાં આવેલ ચ્યુઈંગ ગમની હરાજી કરવામાં આવી હતી. તેને 33 લાખ રૂપિયામાં વેચવામાં આવી હતી.

અહેવાલો અનુસાર, અમેરિકન રેપર લિલ યાચી આ ખાધેલા પિઝાની સ્લાઈસ $5 લાખ એટલે કે લગભગ 4 કરોડ રૂપિયામાં વેચી રહી છે. રેપર યાચી દાવો કરે છે કે તે હિપ-હોપ આઇકન ઓબ્રે ડ્રેક ગ્રેહામ દ્વારા ખાવામાં આવ્યું છે, જે તેના ચાહકોમાં ડ્રેક તરીકે વધુ જાણીતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application