૭૩ વર્ષ પહેલા જે બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું તે તેની વૃદ્ધાવસ્થામાં તેના પરિવાર સાથે ફરી મળ્યો ત્યારે તેની ખુશીની કોઈ સીમા ન રહી. ૨૧ ફેબ્રુઆરી, ૧૯૫૧ના રોજ, માત્ર છ વર્ષની ઉંમરે લુઈસ આર્માન્ડો અલ્બીનોનું અમેરિકાના વેસ્ટ ઓકલેન્ડ પાર્કમાંથી એક મહિલા દ્રારા અપહરણ કરવામાં આવ્યું હતું. આલ્બિનો તેના ૧૦ વર્ષના ભાઈ સાથે પાર્કમાં રમી રહ્યો હતો. ત્યારબાદ મહિલાએ તેને કેન્ડી અપાવવાના બહાને તેને ઉઠાવી ગઈ હતી. તે સમયે પોલીસ સિવાય એફબીઆઈએ આ કેસની તપાસ કરી હતી. પરંતુ લુઈસ અલ્બીનોનો કોઈ પત્તો મળ્યો ન હતો. હાલ ડીએનએ પરીક્ષણમાં વ્યકિતને શોધવામાં સફળતા મળી હતી.
અલ્બીનોનો જન્મ પ્યુઅર્ટેા રિકોમાં થયો હતો. પરંતુ તેની માતા વેસ્ટ ઓકલેન્ડમાં રહેવા લાગી. અપહરણ બાદ મહિલાએ તેને એક કપલને સોંપી દીધો હતો. જો કે, દંપતીએ આલ્બિનોને તેમના પોતાના પુત્ર તરીકે ઉછેર્યેા. અલ્બીનોની માતાનું ૨૦૦૫માં અવસાન થયું હતું. તેણે મૃત્યુ સુધી આશા છોડી ન હતી. તેમને હંમેશા વિશ્વાસ હતો કે તેમનો પુત્ર જીવિત છે.ઓકલેન્ડમાં રહેતી ૬૩ વર્ષની મહિલા એલિડા એલ્વેકિવનએ આલ્બિનોની શોધ કરી હતી. મહિલાએ ડીએનએ ટેસ્ટ અને ન્યૂઝપેપર કિલપિંગ્સની મદદથી તેના મામાને શોધી કાઢા હતા. એકવાર એલેકિવને ઓનલાઈન ડીએનએ ટેસ્ટ કરાવ્યો, ત્યારે તેને પહેલીવાર આશા મળી કે તેના મામા જીવિત છે. હકીકતમાં, તેના ૨૨ ટકા જેટલા ડીએનએ એક વ્યકિતના ડીએનએ સાથે મેળ ખાય છે. આ પછી મહિલાએ તેની પુત્રીઓ સાથે મળીને તે વ્યકિત વિશે ઓનલાઈન સર્ચ કરવાનું શ કયુ.કેટલાક ફોટોગ્રાસ મેળવ્યા પછી, તેમને ખાતરી થઈ ગઈ કે કાકા હજી જીવિત છે. ત્યારપછી મહિલાને ઓકલેન્ડ પબ્લિક લાઇબ્રેરીમાં ઓકલેન્ડ ટિ્રબ્યુન લેખોની માઇક્રોફિલ્મમાં અલ્બીનો અને રોજરના ફોટા મળ્યા. આ પછી મહિલાએ આ અંગે પોલીસને જાણ કરી હતી.પોલીસે અમેરિકાના પૂર્વ કિનારે લુઈસ અલ્બીનોને શોધી કાઢો. આ પછી, અલ્બીનો અને તેની બહેન એટલે કે અલ્કિવનની માતાએ ડીએનએ ટેસ્ટ કરાવ્યો. તપાસ દરમિયાન બંને ભાઈ–બહેન હોવાનું જાણવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech