સમગ્ર ગુજરાતને હચમચાવી દેનાર ઝઘડિયાના ચકચારી દુષ્કર્મ કેસમાં દસ વર્ષની માસૂમ બાળકીનું આખરે દુઃખદ અવસાન થયું છે. ગત તા. ૧૬મીના રોજ થયેલા અત્યંત ક્રૂર દુષ્કર્મના ભોગ બનેલી આ બાળકી ત્યારથી જ બેભાન અવસ્થામાં હતી અને આઠ દિવસ સુધી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ આખરે જિંદગીની જંગ હારી ગઈ છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં મહિલાઓ અને બાળકીઓની સુરક્ષાનો ગંભીર પ્રશ્ન ઉભો કર્યો છે.
ઝઘડિયામાં બનેલી આ ઘટનાએ સમગ્ર માનવતાને શરમાવી દીધી છે. દસ વર્ષની બાળકી પર થયેલા અમાનવીય અત્યાચારે સૌ કોઈને સ્તબ્ધ કરી દીધા હતા. દુષ્કર્મ બાદ બાળકીની હાલત અત્યંત ગંભીર હતી અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ ડોક્ટરોના તમામ પ્રયત્નો છતાં તેને બચાવી શકાઈ નહીં.
આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં રોષ અને શોકનું મોજું ફરી વળ્યું છે. લોકો આરોપીઓ માટે કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે. સાથે જ બાળકીના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ લોકો આ ઘટના અંગે પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને મહિલાઓની સુરક્ષા માટે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech