મેષ
સપ્તાહ દરમિયાન નોકરીમાં કાર્યભાર રહે. નવી ઓફરથી દૂર રહેજો. વ્યવસાયમાં નાણાકીય પ્રશ્નો રહે. વિદેશથી નાણાકીય લાભ. 'શેર સટ્ટામાં અનુકુળતા. મિલકતના પ્રશ્નોમાં લાભ. પ્રતિષ્ઠ વધે. શુક્રવાર, શનિવાર લાભદાયક રહે.
કાર્ય શક્તિમાં વધારો થાય. નવા આયોજન બાબત કોઇની મદદ મળવાની. પરિવારના વડીલ વર્ગ સાથે ગેરસમજો ન થાય તેનું ધ્યાન રાખવું. લગ્નજીવનમાં મતભેદો ટાળજો. ભાગીદારોને સહકાર દેવો. ગુસ્સાને કાબૂમાં રાખજો. વિજાતીય મિત્રતામાં ગેરસમજો ન થાય તેનું પણ ધ્યાન રાખવાની સલાહ છે. યાત્રા પ્રવાસમાં અનુકુળતા રહે.
વૃષભ
સપ્તાહ દરમિયાન વ્યવસાયમાં પરિવર્તન થાય. નોકરીમાં માનસિક તનાવ. શેર સટ્ટામાં અનુકુળતા. કાનૂની પ્રશ્નોમાં લાભ. સગાઇ લગ્નના કાર્યોમાં સફળતા. સ્વાસ્થ્ય જાળવવું. યાત્રા પ્રવાસ થાય. બુધવાર, ગુરૂવાર અનુકુળતાવાળા રહે.
આત્મવિશ્વાસ વધારવો, સંતાનોનો સહકાર રહે. જીવનસાથીની તબીયત બાબત જાળવવું. વિદેશ વસવાટ કરવાની ઇચ્છા ફળે. મિત્ર વર્તુળમાં વધારો થાય. વડીલ વર્ગનો સહકાર મેળવવો. મહત્વના નિર્ણયો બાબત કોઇ હિતેચ્છુની સલાહ લેજો. કર્જ કરીને કોઇ સાહસ ન કરવું. સંતાનોના સગાઇ લગ્નના પ્રશ્નોમાં અનુકુળતા રહે.
મિથુન
સપ્તાહ દરમિયાન નોકરીમાં પગાર વધે. પ્રમોશનના ચાન્સ, નવી એજન્સીથી લાભ. વિદેશથી લાભ. ભાઇ-બહેનો સાથે મતભેદો ટાળવા. અગત્યના કાર્ય કોઈને વિશ્વાસે ન રહેવું. ભાગીદારી ધંધામાં સુમેળ રાખવો. રોકાયેલા નાણા છુટ્ટા થાય. કાનૂની પ્રશ્નોમાં સમાધાનથી લાભ રહે. મુસાફરીમાં સર્તક રહેવું. બુધ, ગુરૂવાર લાભદાયક રહે.
જીવનસાથી સાથે સુમેળ રાખવો જરૂરી. લગ્ન કે સગાઇના કાર્યમાં કોઇ નિર્ણયો ઉતાવળથી ન લેવા. માતાના સ્વાસ્થ્ય બાબત સાધારણ નબળો સમય રહે. નવું સાહસ કરવાની ઇચ્છા થાય. સંતાનોની પ્રગતી માટે સફળતાવાળો સમય રહે. લોન મેળવવામાં સફળતા.
કર્ક
સપ્તાહ દરમિયાન નોકરીમાં સફળતા, આત્મવિશ્વાસ વધવાનો છે. અધિકારી વર્ગનો સહકાર રહે. જુની બિમારીમાં રાહત થાય. વિચારવાયુ રહે. અગત્યના અટવાઇ ગયેલા કાર્યને વેગ મળે. કાનૂની પ્રશ્નોમાં સફળતા. ભાઈ-બહેનોનો સહકાર રહે. સંતાનોની પ્રગતિ રહે. ભાગીદારી ધંધાથી લાભ. શુક્ર, શનિવાર લાભદાયક રહે.
અપરણીતોને સગાઇ કે લગ્ન કાર્ય સફળ થાય. વૈભવ વિલાસમાં વધારો થાય. જમીન મકાનના કાર્યમાં સફળતા રહે. વડીલોપાર્જીત મિલકતના પ્રશ્નોથી લાભ રહે. કાર્ય શક્તિમાં વધારો કરવાથી લાભ રહે. રોમાન્સમાં સફળતાવાળો સમય. મનગમતી વ્યક્તિ સાથે મુલાકાત થાય.
સિંહ
સમાહ દરમિયાન નોકરીમાં પ્રમોશનના ચાન્સ. નવી ભાગીદારી સફળ થાય. કોસ્મેટીક લાઇનથી વિશેષ લાભ. પરિવારના સભ્યો સાથે સુમેળ રાખવો. ઉધારી ધંધાથી દૂર રહેવું. મિત્ર વર્તુળ કે ભાઇ-બહેનોનો સહકાર રહે. અટકતા કાર્યને વેગ મળે. મોસાળ પક્ષેથી લાભ. સ્વાસ્થ્ય બાબત બ્લડ પ્રેશરની તકલીફવાળાઓએ જાળવવું. ગુરૂ-શુક્રવાર સફળતાવાળા.
લગ્ન ઇચ્છુકોને લગ્ન કે સગાઇનું કાર્ય આગળ વધવાનું. બેકારોને નોકરી શોધવામાં સફળતા મળવાની. વિજાતીય આકર્ષણ વધવાનું. લકઝરી ચીજ વસ્તુનું આકર્ષણ વધે. લગ્ન કે સગાઈ નિમિતે મુસાફરી થાય. પ્રિયપાત્રની મુલાકાત શકય બને. વિદેશથી સારા રામાચાર આવે.
કન્યા
સપ્તાહ દરમિયાન નોકરીમાં ફેરફારો થાય. બદલીના ચાન્સ. જુની બીમારીમાં રાહત થાય. ધાર્મિક યાત્રા પ્રવાસ થાય. અધિકારી વર્ગનો સહકાર રહે. લખાણ દસ્તાવેજના કાર્યમાં સાવધાની રાખવી. રોકાયેલા નાણા છુટ્ટા થાય. બેન્કના કાર્યમાં સફળતા મળે. ભાગીદારોને સહકાર દેવો. પરિવારના વ્યવસાયથી લાભ. સોમ, મંગળવાર લાભદાયક.
શેર સટ્ટામાં જન્મના ગ્રહો પ્રમાણે લાભાલાભ રહે. પુખ્ત વયના સંતાનોની સગાઇ કે લગ્નનું કાર્ય સફળ થવાનું. ઘર કે ઓફિસમાં લકઝરી ફેરફારો થાય. સામાજિક કાર્યો સફળ થાય. અંગત વ્યક્તિઓ સાથે કોઇ ગેર સમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું.
તુલા
સપ્તાહ દરમિયાન નોકરીમાં બદલીના ચાન્સ, સ્થીરતા રાખવી. કોમ્પ્યુટર લાઇનથી વિશેષ લાભ. માનસિક તનાવ રહે. મહત્વના 'નિર્ણયો ધીરજપૂર્વક કરવા. કાર્ય શક્તિમાં વધારો થાય. કર્મચારી વર્ગ સાથે સુમેળ રાખવો. આવકનું પ્રમાણ વધવાનું. પરિવારના સભ્યો સાથે સુમેળ રાખવો. વિદેશથી લાભ. શુક્ર, શનિવાર લાભદાયક રહે.
લગ્નજીવનમાં કોઇ મતભેદો ન થાય તેનું ધ્યાન રાખવું. વિજાતીય આકર્ષણમાં વધારો થાય. રોમાન્સમાં સફળતાવાળો સમય રહે. લકઝરી ચીજ વસ્તુની ખરીદી પાછળ નાણાકીય ખર્ચ રહે. વ્યવસાયને લગતી નવી ઓફર લાભદાયક રહે.
વૃશ્ચિક
સપ્તાહ દરમિયાન નોકરીમાં સફળતા, લાભ રહે. આવકનું પ્રમાણ વધવાનું. ભાગીદારી ધંધાથી લાભ. ભાઈ-બહેનોનો સહકાર રહે. સ્વાસ્થ્ય બાબત પેટને લગતી તકલીફ રહે. વિરોધીઓથી સાવધ રહેવું. ઉધારી ધંધાથી પરેશાની રહે. રાજકીય વ્યક્તિથી લાભ. જુના સંબંધો તાજા થાય. સોમ, મંગળવાર લાભદાયક રહે.
અપરણીતોને લગ્ન કે સગાઇનું કાર્ય આગળ વધે. રોમાન્સમાં સફળતાવાળો સમય રહેવાનો. મોજશોખ પર કાબૂ રાખવો. પરિવારના સભ્યો સાથે કોઇ ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું. વડીલો પાર્જીત મિલકતના પ્રશ્નોને લઇને પરેશાની રહે. વિદેશથી લાભ. ભાઇ-બહેનો સાથે કોઇ નવા ધંધાનું આયોજન થાય.
ધન
સપ્તાહ દરમિયાન નોકરીમાં કાર્યભાર રહે. વ્યવસાયમાં નાણાકીય પ્રશ્નોથી ટેન્શન, મિલકતથી લાભ. શેર સટ્ટાથી જાળવવું. લખાણના કાર્યોમાં ઉતાવળ ન કરવી. યાત્રા પ્રવાસમાં અનુકુળતા રહે. આ સમય દરમિયાન બ્લડપ્રેશરની તકલીફો હોય તેઓએ જાળવવું.
આત્મવિશ્વાસને મજબૂત રાખવો જરૂરી રહે. બી.પી.ની તકલીફ હોય તેઓએ ખાસ જાળવવું. મહત્વના કાર્યોમાં કોઇની સલાહ લેજો. વીલ વારસાના પ્રશ્નોમાં અનુકુળતા રહે. વિજાતીય મિત્રતા ગાઢ બને. કોઈ નવી ઓળખાણ થાય. લગ્ન ઇચ્છુકોને અનુકુળતા રહે. મોસાળ પક્ષેથી કોઈ ગેરસમજો ન થાય તેનું ધ્યાન રાખવું.
મકર
સપ્તાહ દરમિયાન વ્યવસાયમાં ન ધારેલો લાભ. નોકરીમાં પ્રમોશન બદલીના ચાન્સ. નાણાકીય બાબતોમાં સર્તકતા રાખવી. મિલકતના પ્રશ્નોમાં ઉતાવળ ન કરવી. સગાઇ લગ્નના કાર્યોમાં સફળતા. માતાથી લાભ રહે. ન ધારેલો લાભ રહે. હરીફો ઉપર વર્ચસ્વ વધે.
કારણ વગરનો માનસિક રીતે દબાવ રહે. નકારાત્મક વિચારોને ટાળજો. ટેકનિકલ લાઇનથી લાભ રહે. જુના અટકતા કાર્યો બાબત સર્તક રહીને આગળ વધવાથી કાર્ય સફળતા રહે. કોર્ટ કેસના પ્રશ્નોમાં સાવધાની રાખવી. કર્જ કરવાથી દૂર રહેજો. વિદેશ વસવાટ કરવાની ઇચ્છા ફળવાની. સંતાનોની સગાઇ લગ્નના કાર્યમાં સફળતા મળવાની.
કુંભ
સપ્તાહ દરમિયાન નોકરીમાં બદલી સાથે પ્રમોશનના ચાન્સ રહે. પરિવારના સભ્યોનો સાથે સહકાર સારો રહે. રોકાયેલા નાણા છુટા થાય. કાનૂની પ્રશ્નોથી દુર રહેવું. ભાગીદારો સાથે મતભેદો ટાળવા. નવી નોકરીની ઓફર આવે. સ્વાસ્થ્ય બાબત બ્લડપ્રેશરની તકલીફથી પરેશાની રહે. આર્ટ લાઇનથી લાભ રહે. બુધવાર સફળતાવાળો રહે.
કર્જ લઇને કોઇ નવું સાહસ ન કરવું. નાની વાતને મોટુ સ્વરૂપ ન અપાય તેનું ધ્યાન રાખવું. લગ્ન ઇચ્છુકોએ લગ્ન કે સગાઇ બાબતના નિર્ણયો ધીરજપૂર્વક લેવા યુવા વર્ગને રોમાન્સમાં કોઇ ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું. વિદેશથી લાભ રહે.
મીન
સપ્તાહ દરમિયાન નોકરીમાં કાર્યભાર રહે. માનસિક તનાવનો સામનો રહે. લાંબા સમયથી અટકતા કાર્યોને વેગ મળે. ભાગદારો સાથે મતભેદો ટાળવા. ભાગ્યોદયની તક પ્રાપ્ત થાય. રોકાયેલા નાણા છુટ્ટા થાય. સ્વાસ્થ્ય બાબત સ્નાયુને લગતી તકલીફથી પરેશાની રહે. રાજકીય રીતે લાભ રહે. ભાઈ-બહેનો કે મિત્રોનો સાથ સહકાર રહે. શુક્રવાર સફળતાવાળો.
લકઝરી ચીજ વસ્તુની ખરીદીથી લાભ રહે. બેન્ક લોન કે કર્જ લેવામાં સફળતા મળવાની. પુખ્ત વયના સંતાનોની સગાઇ કે લગ્નના કાર્યમાં સફળતાવાળો સમય રહેવાનો. મહત્વના કાર્યો બીજાના ભરોષે ન છોડવા. લખાણ કે દસ્તાવેજોના કાર્યમાં સફળતા રહે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech