જામનગરમાં ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની ફેકટરી ઝડપાઇ

  • May 19, 2025 11:54 AM 

સાંઢીયાપુલ પાસે ખોડલ કોલ ટ્રેડર્સ નામના ગોડાઉનમાં એલસીબી ત્રાટકી : ૩ શખ્સ ઝડપાયા : ભેજાબાજ સહિત બે ફરાર : સવા આઠ લાખનો મુદામાલ કબ્જે


જામનગરના કનસુમરા પાસે સાંઢીયાપુલ વિસ્તારમાં એક ગોડાઉન ભાડે રાખીને તેમાં ચલાવતી ડુપ્લીકેટ ઇંગલિશ દા‚ બનાવવાની ફેક્ટરી એલસીબીની ટુકડીએ પકડી પાડી છે, અને તેમાંથી ત્રણ શખ્સોની અટકાયત કરી લીધી છે. દરોડા દરમ્યાન ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવા માટેનું સ્પીરિટ, કલર, બોટલો સીલ કરવાનું મશીન તથા અન્ય સામગ્રી ખાલી બોટલો, લેબલ, ઢાંકણા વગેરે સહિત સવા આઠ લાખની માલમતા કબજે કરી છે, ઉપરાંત દારૂની ડુપ્લીકેટ દારૂ ની ફેક્ટરી ના મુખ્ય ભેજાબાજ રાજસ્થાનના એક શખ્સ તેમજ દારૂના વેચાણકાર જામનગરના અન્ય એક શખ્સને ફરારી જાહેર કરાયા છે. આ ફેક્ટરી ૩ મહિનાથી ચાલુ હોવાનું અને જામનગર તથા આજુબાજુના વિસ્તારોમાં માલ સપ્લાય કરતા હોવાનું જાણવા મળ્યું છે.


રાજકોટ રેન્જના આઈ.જી.પી. અશોકકુમાર યાદવ દ્વારા પ્રોહીબીશન ધારા હેઠળના કેસો શોધી કાઢવા સૂચના અપાઈ હતી, જેથી  જીલ્લા પોલીસ અધિક્ષક  પ્રેમસુખ ડેલૂ  દ્વારા જામનગર જીલ્લા માથી પ્રોહીબીશન બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન કેસો શોધી કાઢવા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયા અને તેઓની ટીમના પો.સ.ઇ.પી.એન.મોરી અને પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા સમગ્ર એલસીબીની ટીમને દોડતી કરાવાઇ હતી. જેઓ જામનગર શહેર તથા જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.


દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના બળવંતસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમ બ્લોચ તથા ‚ષીરાજસિંહ વાળાને સંયુકત ખાનગી બાતમીદારોથી હકિકત મળેલી કે, જામનગર તાલુકાના કનસુમરા ગામની સાંઢીયાપુલ પાસે આવેલ આર્ય એસ્ટેટમા આવેલ ખોડલ કોલ ટ્રેડર્સ નામના ગોડાઉનમા સેનાનગર પાછળ યોગેશ્ર્વરધામમાં રહેતા મુળ નેપાળના ઓલપુરના વતની અ‚ણ ઉર્ફે કાલી સીતારામ લાલબહાદુર સોની નેપાળી, જામનગરના રામેશ્ર્વરનગર માટેલચોક રાજરાજેશ્ર્વરી સોસાયટીમાં રહેતા જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા તથા રામેશ્ર્વરનગર ક્રિષ્નાપાર્ક શેરી નં. ૩માં રહેતા મહિપાલસિંહ આશીષસિંહ રાણા નામના શખ્સો કિશનસીંગ શેખાવત રહે.જયપુર રાજસ્થાન વાળા સાથે મળી આલ્કોહોલ સ્પીરીટ/ કલર/પ્રવાહી પાણીમા ભેળસેળ કરી,ભારતીય બનાવટનો વિદેશી પીવાનો દા‚ બનાવી, દા‚નુ વેચાણ કરવા જામનગરના દારૂના વિક્રેતા ગજેન્દ્રસિંહ જાડેજા સાથે મળી ઇંગ્લીશ દારૂ ની ફેકટરી ચલાવતા હોવાની બાતમી મળી હતી.


જે બાતમી ના આધારે ખોડલ કોલ ટ્રેડર્સ નામના ગોડાઉનમા રેઇડ કરી ત્યાંથી અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી, જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા અને મહિપાલસિંહ આશીષસિંહ રાણાને પકડી પાડયા હતા. જેના કબ્જામા સ્પીરીટ, ફલેવરકલર મીશ્રણ  કરી, ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવેલ જથ્થો, આલ્કોહોલ સ્પીરીટ, બોટલ મા લગાડવાના સ્ટીકર,કાળા કલરનુ પ્રવાહી,મોબાઇલ ફોન, ફોરવ્હીલકાર વિગેરે કબ્જે કરી લઈ ત્રણેય ઇસમો વિરૂધ્ધ દારૂબંધી ભંગ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો.


 ડુપ્લીકેટ ઇંગ્લિશ દારૂની મીની ફેક્ટરી ચલાવતા અરૂણભાઇ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી ઉવ.૪૩ રહે. સેનાનગર પાછળ, જામનગર ), મહિપાલસિંહ આશીષસિંહ રાણા (ઉવ.૩૪ રહે. રામેશ્વરનગર, કિષ્નાપાર્ક, શેરી નંબર-૩,જામનગર ), અને જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉવ.૨૫ રહે. રામેશ્વરનગર માટેલ ચોક,જામનગર) કરી લેવામાં આવી છે જ્યારે આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર એવા કિશનસીંગ શેખાવત (રહે. જયપુર રાજસ્થાન -સ્પીરીટ થી ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ બનાવનાર) અને  ગજેન્દ્રસિંહ જાડેજા રહે. જામનગર (ઇંગ્લીશ દારૂનું વેચાણ કરનાર)ને ફરારી જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.


એલસીબી દ્વારા દરોડા દરમ્યાન ડુપ્લીકેટ દા‚ની ફેક્ટરીમાંથી  (૧) આલ્કોહોલ સ્પીરીટ થી બનાવેલ ઇગ્લીશ દારૂ બોટલ-૫૯ કિ.રૂ. ૨૯,૫૦૦,(૨) આલ્કોહોલ સ્પીરીટ ભરેલ  મોટા બેરલ-૪ લીટર-૮૦૦ કિ.રૂ.૩,૨૦,૦૦૦,(૩) ભેળસેળ યુકત દારૂ બનાવવાનો કેમીકલ પદાર્થ લીટર-૪૦ કિ.રૂ ૮૦૦૦, (૪) ઇંગ્લીશ દારૂનો રંગ લાવવા માટે નો વપરાતો કેમીકલ યુકત પદાર્થ-લીટર-૧૦ કિ.રૂ. ૨,૦૦૦, (૫) ફિનાઇલ બોટલ -૧૨૦૦ કિ.રૂ ૮૪,૦૦૦, (૬) કાર-૧ કિ.રૂ. ૩,૦૦,૦૦૦, (૭) મોબાઇલ ફોન-૪ કિ.રૂ.૬૦૫૦૦, (૮) દારૂની બોટલ શીલ કરવા માટેનુ લોખંડ શીલ મશીન-૨ કિ.રૂ ૧૦,૦૦૦, (૯) દારૂ મા આલ્કોહોલનુ પ્રમાણ માપવા માટે આલ્કોહોલ મીટર તથા માપ દર્શાવતુ બીકર-૧ કિ.રૂ ૨૦૦૦, (૧૦) ઓલ્ડ મંક રમ, મેકડોવેલ્સ બ્લુ જીન, મેકડોવેલ્સ નંબર-૧ વ્હીસ્કી,કોન્ટેસા વોડકા, રોયલ સ્ટગ વ્હીસ્કી, ઓફિસર ચોઇસ   વ્હીસ્કી,  ના સ્ટીકર  નંગ- ૧૦૯૨૦, (૧૧) પ્લાસ્ટીકની પાણી ની ટાંકીઓ -૨ કિ.રૂ. ૫૦૦૦,    (૧૨) ઇંગ્લીશ દારૂ રાખવાના માટે ના બોકસ- ૨૨૦, (૧૩) ઇંગ્લીશ દારૂ બોટલ ના શીલ માટેના ઢાકણા-૬૬૦૦, (૧૪) ઇંગ્લીશ દારૂ ભરવા માટેની પ્લાસ્ટીક ની ખાલી બોટલો- ૨૦૦, (૧૫) ઇંગ્લીશ દારૂ ભરવા માટે પ્લાસ્ટીકના પાઉચ- ૨૫૭૫, (૧૬) ઇંગ્લીશ દારૂ ના પુઠાની પેટીઓ ઉપર પ્લાસ્ટીકના સ્ટીકરો ની પટ્ટીઓ -૧૦૦ વગેરે મળી કુલ. ૮,૨૩,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.


એલસીબી સ્ટાફના હિતેન્દ્રસિંહ, કાસમભાઇ, અરજણભાઇને પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી હકીકત મળેલ કે જામનગર શહેરના ડીફેન્સ કોલોનીમાં શેરી નં. ૨માં રહેતા આરોપી દિનેશ શામજી ગાલાના રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દા‚ની ૪૮ બોટલો કિ. ૨૪ હજાર તથા મોબાઇલ સહિતનો મુદમાલ કબ્જે કરેલ હતો પકડાયેલ આરોપીની પુછપરછ દરમ્યાન દા‚નો જથ્થો સેનાનગર પાછળ રહેતા આરોપી અ‚ણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળીએ સપ્લાય કર્યો હોવાનું ખુલવા પામ્યુ હતું જેથી આ અંગે અલગથી એક ફરીયાદ દાખલ કરવામાં આવી હતી અને આ દિશામાં એલસીબીએ તપાસ લંબાવી હતી ડુપ્લીકેટ દા‚ની ફેકટરી ઝડપી પાડવાની કાર્યવાહી કરવા બદલ એસપી દ્વારા એલસીબીને અભિનંધ્ન પાઠવવામાં આવ્યા હતા, બીજી બાજુ ફરાર બંને શખ્સોની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.


અ‚ણ ઉર્ફે કાલી સામે જોડીયા તથા સીટી-સી ડીવીઝનમાં પ્રોહીબીશન તથા અટકાયતી પગલા મળી કુલ ચાર ગુના નોંધાયેલા છે, જયારે મહિપાલસિંહ રાણા સામે સીટી-બી ડીવીઝનમાં ૪ ગુના જેમાં આઇપીસી ૩૨૫, ૫૦૬(૨), ૩૨૩, ૫૦૪નો ૧, અને ૩ પ્રોહીબીશનના ગુનાનો સમાવેશ થાય છે, ઉપરાંત જુનાગઢ બી ડીવીઝનમાં આઇપીસી ૧૧૪, ૨૯૪-બી, ૪૨૭, ૪૨૮ વિગેરેમાં સંડોવાયેલ છેે. 

સ્પીરીટમાંથી ડુપ્લીકેટ ઈંગ્લીશ દા‚ બનાવવાની પ્રોસીઝર

ડુપ્લીકેટ ઇંગ્લિશ દારૂની મીની ફેક્ટરી સાથે પકડાયેલા આરોપીઓએ આલ્કોહોલ સ્પીરીટ,કેમીકલ તથા ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના બ્રાન્ડનો ફલેવર લાવવા માટેનુ કલર પ્રવાહી,પાણીની ટાંકીઓમા મિશ્રણ/ભેળસેળ કરી,ઇંગ્લીશ દારૂના માર્ક -ઓલ્ડ મંક રમ, મેકડોવેલ્સ બ્લુ જીન, મેકડોવેલ્સ નં- ૧, કોન્ટેસા, વોડકા, રોયલ સ્ટગ,ઓફિસર ચોઇસ ના ડુપ્લીકેટ  વ્હીસ્કીના સ્ટીકર તથા બુચો બનાવી,દારૂ પ્લાસ્ટીક ની બોટલોમા ભરી,ડુપ્લીકેટ દારૂમા આલ્કોહોલનુ પ્રમાણ માપવા માટે આલ્કોહોલ મીટર તથા માપ દર્શાવતુ બીકર ઉપયોગ કરી,મશીનથી બોટલો ના બુચ શીલ કરી,ડુપ્લીકેટ દારૂનુ વેચાણ કરતા હોવાનુ ખુલવા પામેલ છે.

ત્રણ મહિનાથી ધમધમતી હતી ફેકટરી...

જે ત્રણેય ઇસમોની પુછપરછ દરમ્યાન છેલ્લા ત્રણ મહિનાથી આલ્કોહોલ સ્પીરીટ થી ડુપ્લીકેટ  ઇંગ્લીશ દારૂ ની ફેકટરી ચાલુ કરલી હોવાનુ ખુલવા પામ્યુ છે. જે ઇસમો ૨૦૦ લીટર આલ્કોહોલ સ્પીરીટમા ફલેવર કલર તથા કેમીકલનુ વેચાણ કરી, અલગ અલગ બ્રાન્ડનો ૬૦૦ બોટલ આસપાસ દારૂ બનાવતા હોવાનુ ખુલવા પામ્યુ છે.

જામનગર અને આજુબાજુના વિસ્તારમાં સપ્લાય કરતા...

સાંઢીયાપુલ નજીક નકલી ઇંગ્લીશ દા‚ બનાવવાની ફેકટરી પકડાતા ચકચાર મચી છે, દરમ્યાન એસપી દ્વારા ગઇકાલે પ્રેસ કોન્ફરન્સમાં કહયુ હતું કે ૩ મહિનાથી ફેકટરી ચાલુ કરી હતી અને નકલી દા‚ જામનગર તથા આજુબાજુના વિસ્તારોમાં સપ્લાય કરતા હતા તેમજ બજાર કિંમત કરતા કેટલા ભાવમાં આપતા, કોને કોને માલ પહોચાડવામાં આવતો એ સહિતની તપાસ ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application