ગુજરાત હાઇકોર્ટના નવા મહિલા મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ પહોચ્યા અમદાવાદ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કર્યું સ્વાગત

  • July 22, 2023 07:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજરોજ ગુજરાત હાઇકોર્ટના બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અમદાવાદ પહોચ્યા છે. આ તકે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમના સ્વાગત માટે એરપોર્ટ પહોચ્યા હતા. જસ્ટિસ સોનિયા ગોકાણી બાદ સુનિતા અગ્રવાલ ગુજરાત હાઇકોર્ટના બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ છે.


નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટની કોલેજીયમે અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ સુનિતા અગ્રવાલની ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારે જસ્ટિસ સુનીતા અગ્રવાલના નામને મંજૂરી આપી છે. દેશની હાઈકોર્ટની જજની નિયુક્તિ સુપ્રીમ કોર્ટની કોલેજિયમ કરે છે. આ માટે કોલેજિયમ નામની પસંદગી કરીને કેન્દ્રને મોકલે છે અને કેન્દ્રની મંજુરી બાદ પોસ્ટિંગ અપાય છે.



ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલનો જન્મ 30 એપ્રિલ 1966ના રોજ થયો હતો. તેમણે વર્ષ 1989માં અવધ યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ વર્ષ 1990માં તેઓ ઉત્તર પ્રદેશની બાર કાઉન્સિલના સભ્ય બન્યા. તેમને 21 નવેમ્બર 2011ના રોજ અલાહાબાદ હાઈકોર્ટના એડિશનલ ન્યાયાધીશ તરીકે નિમણૂક કરાયા અને 6 ઓગસ્ટ, 2013 ના રોજ કાયમી ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. અહીં તેઓ સૌથી સિનિયર જજ હતા અને હાઈકોર્ટમાં તેમને 11 વર્ષ કરતા વધુ સમય સુધી જજ તરીકે કાર્ય કરવાનો અનુભવ છે.


જસ્ટિસ સુનીતા અગ્રવાલએ ભારતીય કાયદામાં ઘણા મહત્વપૂર્ણ ચુકાદાઓ આપ્યા છે, જેમાં અલાહાબાદ હાઈકોર્ટના અધિકારક્ષેત્ર અંગે એક ઉલ્લેખનિય ચુકાદો છે. તે ઉપરાંત જસ્ટિસ અગ્રવાલે 2020ના ઝેન્હુઆ ડેટા લીક બાદ તેમના તરફ સૌનું ધ્યાન ખેંચ્યું હતું કે, કારણ કે તેઓ ભારતના એવા 30 ન્યાયાધીશોમાં એક હતા જેમની ચીનની ડેટા એનાલિટિક્સ કંપની દ્વારા નજર રાખવામાં આવી રહી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application