ભાવનગર શહેરના હાઈકોર્ટ રોડથી દિવાનપરા વિસ્તારમાંથી મહાપાલિકાએ ૩ ડઝન દબાણો હટાવ્યા

  • March 18, 2023 08:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

મોડર્ન સાઇકલ સ્ટોર્સની ૪ સાઇકલ,અન્ય વેપારીઓના ખુરશી,બોર્ડ,જાળી સહિતનો સામાન જપ્ત કરાયો


ભાવનગર શહેરના હાઈકોર્ટ રોડ થી દિવાનપરા રોડ વિસ્તારમાં આજે શનિવારે સવારે ૩ ડઝન જેટલા અસ્થાયી દબાણો ભાવનગર મહાપાલિકાની દબાણ હટાવ ટુકડી દ્વારા આજે ગુરૂવારે સવારે હટાવાયા હતા.જેમાં મોર્ડન સાઈકલ સ્ટોર્સ ની ૪ સાઈકલ તેમજ અન્ય વેપારીઓના ખુરશીઓ,બોર્ડ, જાળી સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.


મ્યુનિ. કમિશ્નરના આદેશથી છેલ્લા બે માસથી ભાવનગર શહેરમાં દરરોજ વિવિધ વિસ્તારોમાંથી દબાણ હટાવવામાં આવી રહ્યા છે.કમિશનર ખુદ દબાણ હટાવ,પ્લાસ્ટિક ડ્રાઈવ, રજકા ડ્રાઈવ વગેરે દરમિયાન મોટા ભાગે હજાર રહે છે.


ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા આજે શનિવારે સવારે શહેરના હાઈકોર્ટ રોડ થી દિવાનપરા વિસ્તારમાંથી ૩ ડઝન જેટલા અસ્થાયી પ્રકારના દબાણો હટાવવામાં આવ્યા હતા.આથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો. 


દબાણ હટાવ સેલ દ્વારા મોડર્ન સાઇકલ સ્ટોર્સ ની રસ્તા પર નડતરરૂપ રખાયેલ ચાર સાઇકલ જપ્ત કરવામાં આવી હતી.જ્યારે અન્ય વેપારીઓ પાસેથી ૨ જેટલી ખુરશી,કેટલાક બોર્ડસ,જાળી સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.


મહાપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી દબાણ હટાવવામાં આવે છે .પરંતુ થોડા સમયમાં દબાણ ખડકાઈ જાય છે ત્યારે મહાપાલિકા તંત્ર સજાગતા રાખે તો દબાણ હટાવેલી જગ્યા પર દબાણ પુનઃ ન ખડકાય તેવું નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application