રાજકોટ મહાનગરપાલિકાના બજેટમાં સૂચવેલા નવા પ્રોજેક્ટમાંનો એક પ્રોજેક્ટ એટલે બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ડેવલપ કરવાનો પ્રોજેક્ટ. દરમિયાન શહેરના ત્રણે ઝોનમાં ટીપીના એક એક પ્લોટમાં બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ડેવલપ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત આજે શહેરના વોર્ડ નં.10માં કાલાવડ રોડ ઉપર આત્મીય કોલેજની પાછળના સત્ય સાંઈ માર્ગ ઉપરના પ્લોટમાં મેયર દ્વારા બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવતાની સાથે આજુબાજુની સોસાયટીઓના તમામ રહીશોએ વિરોધ વંટોળ શરૂ કર્યો છે. વિશેષમાં લતાવાસીઓએ જણાવ્યું હતું કે અહીં બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ડેવલપ થયા બાદ લઠ્ઠાઓ, નવરાઓ, હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ, રાત્રે રખડવાના શોખીનો આ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં દરરોજ મોડી રાત્રે સુધી પડ્યા પાથયર્િ રહેશે જેના કારણે આજુબાજુની સોસાયટીમાં બહેનો દીકરીઓ અને પરિવારો સાથે રહેતા સદગૃહસ્થોને ભારે તકલીફનો સામનો કરવો પડશે. ક્રિકેટ રમવા આવનારા લોકો મુખ્ય માર્ગ પર તેમજ આજુબાજુની સોસાયટીની શેરીઓમાં આડેધડ પોતાના વાહનો પાર્ક કરશે તેનાથી રહીશોને હેરાનગતિ થશે.
વોર્ડ નં.10માં સત્ય સાંઈ માર્ગ પર ગોખકામેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલ સ્કૂલ તથા રમતગમત હેતુ માટેના પ્લોટમાં રૂ.33 લાખના ખર્ચે અધ્યતન બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ડેવલપ કરવાનું આજે મેયરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સ્થળ ઉપર જ મૌખિક વિરોધ ઉપરાંત પાવન પાર્ક એસોસિએશન સહિતની અમુક સોસાયટીઓએ તો લેખિતમાં પણ વિરોધ નોંધાવ્યો છે. આગામી દિવસોમાં આજુબાજુની તમામ સોસાયટીના રહીશો ટોળા સ્વરૂપે આ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડના ડેવલપમેન્ટ નો વિરોધ કરવા કોર્પોરેશન કચેરીએ ધસી જનાર હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech