ફૂડ શાખાએ જામનગરમાં અલગ અલગ વિસ્તારમાં ચેકીંગ કરી ૧૬ ખાદ્યપદાર્થના નમૂના લેબ મોકલાયા

  • January 03, 2023 12:49 AM 

જામનગર મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ દરોડા પાડીને સોળ જેટલા ખાદ્યપદાર્થોના નમૂના લઇને પરીક્ષણ અર્થે ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા છે, આ ઉપરાંત ૩ પેઢીને ડેજીગ્નેટેડ ઓફિસરની મંજુરી મળ્યા બાદ કલેકટર કચેરીમાં એડ્જયુડીકેટીંગ સમક્ષ ૩ કેસ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. 


ડીએમસી ભાવેશ જાનીની સૂચનાથી ફૂડ શાખાના પી.એસ.ઓડેદરા, નિલેશ જાસોલીયા, ડી.બી. પરમાર સહિતના અધિકારીઓએ જામનગરમાં ગ્રેઇન માર્કેટ, હીરજી મિસ્ત્રી રોડ, પટેલ કોલોની, રણજીતનગર, રણજીતસાગર રોડ, ઇન્દીરા માર્ગ, હવાઇચોક, જુના રેલ્વે સ્ટેશન, ખંભાળીયા નાકા બહાર વિગેરે વિસ્તારમાં પાંચ જગ્યાએ અડદીયા, ૩ જગ્યાએ દૂધ, બે જગ્યાએ સાની, એક જગ્યાએ મગફળીની ચીક, એક જગ્યાએ ગોળ તલની ચીકી, એક પેઢીમાંથી ખજૂર અને એક પેઢીમાંથી સ્પે. ચીકીના નમૂના લઇને ૧૬ જેટલા ખાદ્યપદાર્થો લેબમાં મોકલી અપાયા હતા, આ ઉપરાંત ત્રણ દરવાજા પાસે ભેરૂનાથ આઇસ્ક્રીમમાંથી લસ્સી, કાલાવડ ગેઇટ રોડ પર હિન્દુસ્તાન ડેરી, લીમડાલાઇનમાં અશોક બેકરી, ૩ પેઢીની ડેજીનેટેડ ઓફિસરની મંજુરી બાદ નિર્ણય માટે કેસ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application