કોડીનાર તાલુકાના ખેડૂત મંડળો દ્વારા યુરિયા ખાતરની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી આવેદન પાઠવ્યું

  • December 06, 2023 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુરિયા ખાતરની અછતને લઈ કોડીનારમાં ખેડૂત મંડળોએ મામલતદાર ઓફિસે ખાતર પૂરું પડવાની માંગ સો સૂત્રોચાર કરી આવેદન પત્ર આપ્યું. યુરિયા ખાતરની અછતને પગલે કોડીનાર તાલુકાના ખેડૂતો રોસે ભરાયા છે શિયાળુ પાકુનું વાવેતર સર્વત્ર ઈ રહ્યું છે ત્યારે વર્તમાન સમયમાં પાયાના ખાતર તરીકે યુરિયા ખાતરને ખેડૂતો પ્રામિકતા આપી રહ્યા છે પરંતુ સમયસર ખાતર નહીં મળતા હવે ખેડૂતો ઉગ્ર બની રહ્યા છે. ગીર સોમના જિલ્લા માં યુરિયા ખાતરનું વેચાણ કરતા વિતરકો દ્વારા યુરિયા ખાતરની સો અન્ય વસ્તુઓ ફરજિયાત લેવાનું દબાણ કરીને ખેડૂતોને યુરિયા ખાતાની સાથે  અન્ય ખાતર પરાણે આપીને ખેડૂતોને અન્યાય કરતા હોય આ અંગે ગીર સોમના જિલ્લા  કિસાન કોંગ્રેસ સમિતિ તેમજ વિવિધ ખેડૂત મંડળો દ્વારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને એક વિસ્તૃત આવેદનપત્રી પાઠવીને યુરિયા ખાતર સો ફરજિયાત અન્ય કંપનીનું ખાતર લેવાનું ખાતર વિતરક દ્વારા ખેડૂતોને જે દબાણ કરે છે તે દબાણ દૂર કરવામાં નહીં આવે તો ગ્રાહક સુરક્ષા ધારા ૧૯૮૬ની નીચે કાર્યવાહી કરવા ચીમકી આપી છે.



આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગીર સોમના જિલ્લ ામાં યુરિયા ખાતરનો પૂરોવઠો પૂરો પાડતી કંપનીઓ જેવી કે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની, ગુજરાત સ્ટેટ નર્મદા કંપની, આઇ.પી.એલ.કંપની ઇફકો કંપની તા કૃભકો કંપની દ્વારા ખેડૂતોને યુરિયા ખાતરની સો ફરજિયાત અન્ય ખાતરની ેલી લેવાનું દબાણ કરે છે જે ખરેખર ગ્રાહક સુરક્ષા ધારા ૧૯૮૬ ની જોગવાઈ નો ભંગ કરી રહ્યા છે ખાતરની ખરીદી કરતો ખેડૂત એ ગ્રાહક છે અને કોઈપણ ગ્રાહકને એક વસ્તુની ખરીદી સામે બીજી વસ્તુ ખરીદવાની ફરજ પાડી શકાતી ની જેી આ કંપનીઓ જે ખેડૂત ગ્રાહક સો છેતરપિંડી કરીને યુરિયા ખાતરની સામે અન્ય ખાતર લેવાનું ફરજિયાત કરેલ છે તે કૃત્ય તાત્કાલિક બંધ કરવામાં આવે અન્યા ગીર સોમના જિલ્લા, કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા ગ્રાહક સુરક્ષા ધારા ની જોગવાઈ મુજબ કાર્યવાહી કરશે તેવું અજીતસિંહ ડોડીયા એ જણાવ્યું હતું.



આ તકે ખેડૂતો એ જણાવ્યું હતું કે સર્વત્ર શિયાળુ પાકોનું વાવેતર ઈ રહ્યું છે આવા સમયે પાયાના ખાતર તરીકે પાછલા કેટલાક વર્ષોી ખેડૂતો યુરિયા ખાતરનો ઉપયોગ બોહળા પ્રમાણમાં કરી રહ્યા છે જેને કારણે આ સમય દરમિયાન ખાતર અને ખાસ કરીને યુરિયા ખાતરની ભારે માંગ હોવાને કારણે પણ પુરવઠો જળવાતો ની જેી દરેક ખેડૂતને યુરિયા ખાતર મળતું ની વેચાણ કેન્દ્ર પર પણ યુરિયાનો જથ્થો  પૂરો ઈ ગયો હોવાને કારણે પણ ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે જેી સરકાર તાકિદે ખાતરનો જથ્ો પૂર્વવત કરે તેવી માંગ કોડીનાર તાલુકાના ખેડૂતો કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application