સાવરકુંડલામાં જોગીદાસ ખુમાણના સ્ટેચ્યુની ગરિમા ન જળવાતા સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ લાલચોળ

  • December 09, 2023 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઐતિહાસિક કોહિનૂર રત્ન જોગીદાસ બાપુ ખુમાણની પ્રતિમા આસપાસ જે પ્રકારે પ્રવૃતિઓ થઈ રહી છે તે અસહનીય છે.
પરમ વંદનીય પૂ મોરારીબાપુએ જેમને સૌરાષ્ટ્રનાં ૧૪ રત્નોમાં સ્થાન આપ્યું છે. માત્ર કાઠી ક્ષત્રિય દરબારોમાં જ નહિ પરંતુ સારાયે કાઠીયાવાડમાં વસતા તમામે તમામ સમાજમાં આદરભર્યું સ્થાન ધરાવતા જતિ પુરુષ બાપૂ જોગીદાસ ખુમાણની પ્રતિમા છેલ્લ ા કેટલાય વર્ષોથી જાણે રાજકીય, સામાજિક આગેવાનો કાર્યકરો થી ઉપેક્ષિત દશામાં છે. જે પ્રતિમાં લાખો રૂપિયા વેડફ્યા પછી પણ બાપુની ગરીમાપૂર્વકની બની શકી નથી. આ પ્રતિમા તત્કાલીક ખસેડવા કેટલાય સમયથી માંગણી છે. પરંતુ તમામ રાજકિય પક્ષો માટે આ બાબત પ્રત્યે ઉદાસીન રહી છે. આ સ્ટેચ્યુનાં કોન્ટ્રાકટર દ્વારા લાખો રૂપિયા વસૂલ કરી લીધા પછી, અવારનવાર કાઠી સમાજ દ્વારા રજૂઆતો કરવા છતાં તેનાં પેટનું પાણી હલતું નથી કારણકે તેમની પાછળ તેમનાં રાજકિય આકાઓની ૧૦૦% ગેરંટી કામ કરતી હોય છે. હવે આજે જ્યારે ઍક સ્થાનિક પત્રકાર દ્વારા, હાલમાં આ સ્ટેચ્યુની કડવી વાસ્તવિકતા વીડિયો મારફત સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોનું ઘ્યાન દોરવામાં આવ્યું જેનાંથી સમસ્ત ક્ષત્રિય સમાજમાં ભયંકર રોષ ભભૂકી ઊઠયો છે.
આ બાબતે સનરાઈઝ સ્કૂલ શિવાજી નગર સાવરકુંડલા ખાતે તાત્કાલીક એક મીટિંગ બોલાવવામાં આવેલ છે. જેમાં આગેવાનો સત્વરે ૨૪ કલાકમાં સૌરાષ્ટ્ર લેવલે જલદ કાર્યક્રમ આપવાનો નિર્ણય લેશે તેમ કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી પ્રતાપ ખુમાણ એક અખબારી યાદીમાં જણાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application