સંસદમાં સ્મોક બોમ્બ અટેકની સમગ્ર ઘટના સંસદોએ વર્ણવી, એક મહિલા અને ત્રણેય યુવકોની માહિતી આવી સામે

  • December 13, 2023 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૨ વર્ષ પહેલા આજના દિવસે સંસદ પર આતંકવાદી હુમલો થયો હતો અને આજે ફરી લોકસભામાં બનેલી ઘટનાએ સૌ કોઈને ચોકાવ્યા છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાની કાર્યવાહી દરમિયાન બે અજાણ્યા ઓડીયન્સ ગેલેરી માંથી ૨ સખ્શ કૂદી પડ્યા હતા, આ ઘટના બાદ જ સાંસદોએ ભયના કારણે હંગામો મચાવ્યો હતો. શખ્સોએ બેંચથી કુદી ગૃહની વચ્ચે પહોચ્યા હતા, આ દરમિયાન નારા લગાવતા પોતાના બૂટમાં છુપાવેલો સ્મોક બોમ્બ બહાર કાઢ્યો હતો અને સાંસદો કે સુરક્ષાકર્મીઓ કઈ સમજે તે પહેલા તેનો ઉપયોગ કર્યો હતો, ભય અને અફરાતફરી વચ્ચે સાંસદ હનુમાન બેનીવાલ અને મલુક નાગરે હિંમત દાખવી તેમણે પકડી પાડ્યા હતા. આ ઘટના બાદ લોકસભાની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી.


આ દરમીયાન ગૃહની બહાર પણ એક ચોકાવનારી ઘટના બની હતી. સંસદના ગેટ પર પણ ૨ વ્યક્તિઓ દ્વારા સ્મોક બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગૃહની બહાર વાહનવ્યવહાર ભવનની સામે એક મહિલા અને એક યુવકે પણ વિરોધ કરી હંગામો મચાવ્યો હતો. તેમાંથી એક નીલમ નામની ૪૨ વર્ષની મહિલા હતી, જે હરિયાણાના હિસારની રહેવાસી હતી. યુવકની ઓળખ અમોલ તરીકે થઈ છે, જેની ઉંમર ૨૫ વર્ષની હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, અમોલ મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી છે. બંને સૂત્રોચ્ચાર કરતા દેખાયા હતા. પોલીસે બંને દેખાવકારોને હાલ કસ્ટડીમાં લીધા છે.


શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે જણાવ્યું કે અફરાતફરી વચ્ચે પહેલા એક શખ્સ તેમની નજરમાં આવ્યો તેણે પગરખાં ઉતારી દીધા. જ્યારે અન્ય એક પણ ઝડપાઈ ગયો હતો. જે બાદ અચાનક ગેસ આવવા લાગ્યો હતો. ખબર નથી કે તે તેના જૂતામાં હતો કે ક્યાં, પીળા રંગનો ગેસ હતો, તે સમયે લોકસભામાં હોબાળો થયો હતો. ઘણો અવાજ સંભળાયો. આ પછી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. બાદમાં સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે અંદરથી બે અને બહારથી બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેનાથી સ્પષ્ટ થયું કે કુલ ચાર લોકો ખોટા ઈરાદા સાથે સંસદ સંકુલમાં ઘૂસ્યા હતા.


સંસદ સંકુલમાં સુરક્ષા પૂરતી નથી : ડિમ્પલ યાદવ


સપા સાંસદ ડિમ્પલ યાદવે આરોપ લગાવ્યો કે સંસદ સંકુલમાં સુરક્ષા પૂરતી નથી. સરકારે ધ્યાન આપવું જોઈએ. આ સુરક્ષાની ખામીની સંપૂર્ણ બાબત છે. કાર્તિ ચિદમ્બરમે પણ ૧૩ ડિસેમ્બરના હુમલાનો ઉલ્લેખ કરતા સુરક્ષામાં ખામીનો પુનરોચ્ચાર કર્યો હતો. તેણે કહ્યું કે બે લોકો આવ્યા, તેમના હાથમાં કૈક હતું અને કોઈ વિચારે તે પહેલા પીળો ધુમાડાના કારણે વાતાવરણ વધુ ગંભીર બની ગયું. તેઓ બેંચ પરથી કૂદીને ગૃહમાં ભાગવા લાગ્યા.



પીએમ મોદી, અમિત શાહ ઉપરાંત વરિષ્ઠ મંત્રીઓની સંસદમાં હાજર નહી


આજે સવારે પીએમ નરેન્દ્ર મોદી, લોકસભા સ્પીકર ઓમ બિરલા, રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે ૧૩ ડિસેમ્બરે આતંકવાદી હુમલામાં શહીદ થયેલા બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી પીએમ મોદી છત્તીસગઢના સાંસદ અને મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે રવાના થયા હતા. જ્યારે બપોરે લોકસભામાં આ ઘટના બની ત્યારે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સ્પીકર ઓમ બિરલા સહિત ઘણા વરિષ્ઠ મંત્રીઓ ગૃહમાં હાજર ન હતા.



ખૂબ મોટી ભૂલ થઈ છે : બીજેપી સાંસદ


જ્યારે આ ઘટના બની ત્યારે ભાજપના સાંસદ રાજેન્દ્ર અગ્રવાલ સ્પીકરની ખુરશી પર બેઠા હતા. બાદમાં તેણે કહ્યું કે ભૂલ થઈ છે. જ્યારે એક વ્યક્તિ નીચે કૂદી ગયો, ત્યારે અમને લાગ્યું કે તે પડી ગયો છે. જ્યારે અન્ય વ્યક્તિ રેલિંગને પકડીને કૂદવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તે બધાના ધ્યાન પર આવ્યું. દરમિયાન ત્યાંના તમામ લોકો સતર્ક થઈ ગયા હતા. અગ્રવાલે કહ્યું કે હું થોડો દૂર હતો કારણ કે હું ખુરશી પર હતો. એક વ્યક્તિએ પહેલા કૂદીને જૂતા ખોલવાનો પ્રયાસ કર્યો. તેમાંથી કંઈક કાઢ્યું...અને ધુમાડો નીકળવા લાગ્યો. અમારા સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો. તપાસ બાદ હકીકત શું છે તે જાણી શકાશે. સુરક્ષમાં આ ખૂબ મોટી ભૂલ થઈ છે.



ચારેય વિષે પ્રાથમિક માહિતી આવી સામે, ૨૫ વર્ષીય યુવક લાતુરનો રહેવાસી


ગૃહની બહાર વાહનવ્યવહાર ભવનની સામે એક મહિલા અને એક યુવકે પણ વિરોધ કરી હંગામો મચાવ્યો હતો. તેમાંથી એક નીલમ નામની ૪૨ વર્ષની મહિલા હતી, જે હરિયાણાના હિસારની રહેવાસી હતી. યુવકની ઓળખ અમોલ તરીકે થઈ છે, જેની ઉંમર ૨૫ વર્ષની હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, અમોલ મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી છે. બંને સૂત્રોચ્ચાર કરતા દેખાયા હતા. પોલીસે બંને દેખાવકારોને હાલ કસ્ટડીમાં લીધા છે. બસપા સાંસદ દાનિશ અલીએ આ માહિતી આપી છે કે અંદર ઘૂસેલા વ્યક્તિનું નામ સાગર હતું. આ વ્યક્તિ મૈસુરના સાંસદના મહેમાન બનીને સંસદમાં પ્રવેશ્યો હતો. દાનિશ અલીના જણાવ્યા અનુસાર તેમાંથી એકનું નામ સાગર શર્મા હતું. સાંસદે કહ્યું કે સુરક્ષા અધિકારીઓએ બંનેને નિયંત્રિત કર્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે અંદર પ્રવેશેલા બે લોકોમાંથી એક પાસે મૈસુરના સાંસદ પ્રતાપ સિમ્હાના હસ્તાક્ષરવાળો પાસ હતો. પાસની નીચે સાંસદનું નામ લખવામાં આવ્યું હતું.


૨૨ વર્ષ પહેલા સાંસદ પર થયો હતો આતંકવાદી હુમલો  

૨૦૦૧માં સંસદ ભવન પર થયેલા આતંકવાદી હુમલાની આજે ૨૨મી વર્ષગાંઠ છે. ૧૩ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ આતંકવાદીઓએ સંસદ ભવન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં દેશના ૯ બહાદુર જવાનો શહીદ થયા હતા. હુમલાને અંજામ આપનારા તમામ પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ત્યારે આજના દિવસે ફરીવાર સુરક્ષામાં ચૂકના કારણે વિપક્ષે સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.



સંસદ કાર્યવાહી દરમિયાન હુમલાનો સમગ્ર ઘટનાક્રમ



સદનની કાર્યવાહી દરમિયાન ઓડીયન્સ પેનલ માંથી કુદ્યા ૨ શખ્સ

બેંચ પરથી કુદી એક વ્યક્તિ ગૃહમાં વચ્ચે આવ્યો

બૂટ માંથી છુપાવેલો સ્મોક બોમ્બ બહાર કાઢ્યો

એક શખ્સને સંસદોએ પકડી પાડ્યો

અન્યએ કર્યો ગેસ સ્પ્રેનો ઉપયોગ, ગૃહમાં ફેલાયો પીળો ધુમાડો

થોડા સમય માટે ગૃહમાં અફરાતફરીનો માહોલ

બીજા શખ્સને સંસદોએ હિંમત દાખવી પકડી પાડ્યો

સંસદની બહાર ૨ વ્યક્તિઓની ‘તાનાશાહી નહી ચલેગી’ ની નારેબાજી

યુવક અને મહિલાએ પણ કર્યો સ્મોક બોમ્બનો ઉપયોગ

મહિલાએ લગાવ્યા ભારત માતા કી જયના લગાવ્યા નારા

સાગર અને નીલમ નામની વ્યક્તિઓની અટકાયત

કોઇ સંગઠનના ન હોવાનો યુવતીનો દાવો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application