ટી20 વર્લ્ડ કપની તૈયારી કરી રહેલી ભારતીય ટીમ હાલમાં અફઘાનિસ્તાન સામે ટી20 સિરીઝ રમી રહી છે. પ્રથમ ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. સીરીઝ શરૂ થાય તે પહેલા પ્રથમ મેચ માટે અનુમાન લગાવવામાં આવતું હતું કે ટીમ ઇન્ડિયાનું પલડું ભારે છે.
આખરે જે અનુમાન સેવાઇ રહ્યું હતું તે સાચુ પણ પડી ગયું એટલે કે ટીમ ઇન્ડિયા મેચ જીતી ગઇ. પ્રથમ મેચમાં એક એવી ઘટના બની જેણે શુભમન ગિલ અને રોહિત શર્મા વચ્ચેની મૂંઝવણને કારણે ચર્ચા ઉભી કરી છે. જીહા, મેચ દરમિયાન શુભમન ગિલની ભૂલને કારણે રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. આ દરમિયાન પળવાર માટે વિવાદ પણ થયો હતો. પરંતુ હવે બીજી ટી20 આવવાની છે ત્યારે શુભમન ગિલ માટે ખતરાની ઘંટડી જેવી સ્થિતી સર્જાઇ છે..
હવે આ ઘટના બન્યા બાદ સવાલ એ ઉદભવે છે કે શું શુભમન ગિલ બીજી મેચમાંથી બહાર થશે? વાસ્તવમાં, શક્ય છે કે શુભમન ગિલને બીજી ટી20 મેચમાં પ્લેઇંગ-11માંથી બહાર કરવામાં આવે. આ એટલા માટે નથી કે રોહિત શર્મા રનઆઉટ થયો અને પળવાર માટે માહોલ ગરમ થઇ ગયો. પરંતુ બીજી મેચમાં તેની જગ્યા બંધબેસવામાં થોડી મૂશ્કેલી જણાઇ રહી છે. કારણ કે વિરાટ કોહલી બીજી ટી20માં ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે તો યશસ્વી જયસ્વાલ પણ ફિટ થવાની આશા છે.
ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે પહેલા જ કહ્યું હતું કે આ સિરીઝમાં માત્ર રોહિત અને જયસ્વાલ જ ઓપનિંગ કરી શકે છે. એટલે કે જો યશસ્વી જયસ્વાલ વાપસી કરશે તો તે રોહિત સાથે ઓપનિંગ કરશે અને પછી વિરાટ કોહલી ત્રીજા નંબર પર મેદાનમાં ઉતરશે. આ જ કારણ છે કે શુભમન ગિલને પ્લેઈંગ-11માં સ્થાન મળવાની શકયતા જણાતી નથી.
ટી20માં ગિલ એટલો હિટ નથી
આપને જણાવી દઇએ કે વનડેમાં 60ની એવરેજથી રન બનાવનાર શુભમન ગિલ ટી20 ફોર્મેટમાં એટલો હિટ નથી. તેણે અત્યાર સુધી માત્ર 14 ટી20 મેચ રમી છે અને તેમાં તેણે માત્ર 335 રન બનાવ્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે આમાં પણ તેના નામે એક ટી20 સદી છે એટલે તે બાકીની મેચોમાં સફળ ન રહ્યાનું જણાય છે. આ પણ એક કારણ છે કે ટી20 ફોર્મેટમાં શુભમન ગિલના સ્થાન પર સવાલો ઉઠી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech