અયોધ્યાના શ્રી રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દોડતું થયું

  • February 16, 2024 06:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મંદિરની નજીકની હોટલ માંથી મળ્યો ધમકીભર્યા પત્ર ; લેટરમાં દેશ વિરોધી સૂત્રો સાથે એક યુવતીનો નંબર મળ્યો ; પોલીસે શરુ કરી તપાસ


દરરોજ લાખો ભક્તો અયોધ્યાના શ્રી રામ મંદિરમાં દર્શન માટે પહોંચી રહ્યા છે. મંદિરની સુરક્ષા વ્યવસ્થા ખાસ્સી કડક કરવામાં આવી છે. વીવીઆઈપીથી લઈને સામાન્ય લોકો રામલલાના દર્શન કરવા માટે મંદિરમાં કતારમાં ઉભા છે. આ દરમિયાન અયોધ્યાના શ્રી રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ઉપરાંત લખનૌના બક્ષી કા તાલાબ પોલીસ સ્ટેશનને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ પછી પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દોડતું થયું છે.

સીતાપુર રોડની બાજુમાં આવેલી પાલ રેસ્ટોરન્ટમાં પોલીસને ધમકીભર્યો પત્ર મળ્યો છે. આ પછી મંદિરની સુરક્ષા સાથે જોડાયેલી ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષા વ્યવસ્થા પહેલા કરતા વધુ સતર્ક થઈ ગઈ છે. ધમકીભર્યો પત્ર મળ્યા બાદ પોલીસે ગુરુવારે મોડી રાત્રે અજાણ્યા લોકો સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.
​​​​​​​

પોલીસને મળેલા ધમકીભર્યા પત્રમાં અનેક વાંધાજનક શબ્દો અને એક યુવતીનો નંબર પણ લખવામાં આવ્યો છે. પત્રમાં દેશવિરોધી સૂત્રોચ્ચાર અને સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડી શકે તેવા અન્ય વાંધાજનક શબ્દો લખવામાં આવ્યા છે. તપાસ દરમિયાન પોલીસે પત્રમાં લખેલ યુવતીનો નંબર ડાયલ કર્યો તો જાણવા મળ્યું કે આ પ્રકારના પત્ર ઘણા દિવસોથી અલગ-અલગ જગ્યાએ ફેંકવામાં આવી રહ્યા હતા. જેમાં તે છોકરીનો નંબર લખેલો મળે છે.

બે દિવસ પહેલા આ જ યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હવે મોડી રાત્રે અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસને મળેલા ધમકીભર્યા પત્રમાં ઝોયા ખાન અને ઝુબેર ખાનના નામનો ઉલ્લેખ છે. આ મામલો બક્ષી કા તાલાબ પોલીસ સ્ટેશન વિસ્તારના પાલ રેસ્ટોરન્ટનો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News