મોરબીમાં મૈત્રી કરારથી રહેતાં યુવાનનું અપહરણ ગણતરીની કલાકોમાં પોલીસે છોડાવ્યા

  • December 08, 2023 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી માંથી અપહરણ કરી ઈસમને રાજકોટ નજીક વાડી વિસ્તારમાં રાખેલ હોય જ્યાં વાડીએ દોરડા વડે બાંધી રાખેલ હોય જેથી અલગ અલગ પોલીસની ટીમો બનાવી વાડીએથી અપહરણ કરેલ ઇસમને અપહરણ કર્તાઓની ચુગાલમાંથી છોડાવેલ હતો અને કુલ સાત ઇસમોની અટકાયત કરવામાં આવી હતી.



બનાવની પ્રાપ્ત વિગત મુજબ વર્ષોબેન હરેશભાઇ હામાભાઇ કરમટા રહે.હાલ મોરબી રવાપર ગામ ઉમીયા સોસાયટી વાળા એ ફરિયાદ નોંધાવી હતી કે જેઓ મૈત્રી કરાર કરી બે માસથી રમેશભાઇ ખોડાભાઇ નાગહ રહે. મોરબી રવાપર ગામ વાળા સાથે રહેતા હોય જેથી ફરીયાદીના પતિ હરેશભાઇ હામાભાઇ કરમટા તેમજ તેમના સસરા હામાભાઈ પાંચાભાઈ કરમટા તથા દિયર માત્રા હામાભાઇ કરમટા રહે, બધા રાજકોટ વાળાઓએ ફરીયાદીના ઘરે આવી મૈત્રી કરારમાં રહેતા તે ઇસમ રમેશભાઈ ખોડાભાઈ નાગહને ઇકો ગાડીમા જબરજસ્તીથી બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા તુરત પોલીસને જાણ કરતા શહેરમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી તેમજ સીટી એ ડીવીજન પોલીસ સ્ટાફ તથા એલ.સી.બી એસ.ઓ.જીએ તાત્કાલીક હયમુન સોર્સીસ તથા બનાવ સ્થળ નજીક સી.સી.ટી.વી તેમજ ટેકનીકલ સેલ આધારે અપહરણ થયેલ ઇસમની શોધખોળ કરતા હોય તે દરમ્યાન  બાતમી મળેલ કે અપહરણ કરેલ ઇસમને રાજકોટ જીલ્લ ાના જસદણ તાલુકાના ભડલી ગામની સીમમા ભુપતભાઇ ધુધાભાઇ આલ રહે.ભડલી તા.જસદણ વાળાની વાડીએ દોરડા વડે બાંધી રાખેલ હોય જેથી અલગ અલગ પોલીસ ની ટીમો બનાવી વાડીએથી અપહરણ કરેલ ઇસમને અપહરણ કર્તાઓની ચુગાલમાંથી છોડાવ્યો હતો 


હામાભાઇ પાંચાભાઇ કરમટા રહે. રાજકોટ આજીડેમ બાજુમા ગોકુલપાર્ક શેરીનં.ર, ભુપતભાઇ ઘુઘાભાઇ આલ રહે.ભડલી તા.જસદણ, લાલજીભાઇ વેરશીભાઇ ખાંભલા રહે.ભડલી તા.જસદણ, ભરતભાઇ જીવણભાઇ કરોતરા રહે.મોરબી સેન્ટમેરી સ્કુલ પાછળ જલારામમંદીર પાસે, શકિતસિંહ મહોબતસિંહ વાળા રહે. મોરબી કન્યાછાત્રાલય રોડ ચંદ્રેશનગર-૨, સંજયભાઇ રાયાભાઈ મીઠાપરા રહે.રાજકોટ આજીડેમ ચોકડઠી ભારતનગર, અશોકભાઇ ગોરધનભાઈ ધરજીયા રહે.રાજકોટ રાધેક્રિષ્ના સોસાયટી રામધનની બાજુમા રાજકોટવાળા કુલ સાત ઇસમોને ઝડપી પડ્યા હતા તેમજ આરોપી હરેશ હામાભાઇ કરમટા, માત્રાભાઇ હામાભાઈ કરમટા રહે. બંને રાજકોટ શીવધારા સોસાયટી હુડકો ચોકડીવાળાને ઝડપી પાડવા તથા તપાસમાં ખુલ્લ ે તેના વિરૂધ્ધ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application