સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી, જાણો મુલાકાતીઓની ભીડનો રેકોર્ડ

  • January 01, 2024 09:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના નર્મદા જિલ્લા ખાતે કેવડિયામાં વિશ્વની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ થયા બાદ અહીં દેશ વિદેશથી સહેલાણીઓ ઉમટી પડતા હોય છે. ત્યારે ખાસ કરીને સામાન્ય દિવસોમાં રવિવાર હોય કે રજાના દિવસો કે વેકેશનનો માહોલ હોય સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પ્રવાસીઓની ભારે ભીડ જામતી હોય છે. આવતીકાલે 31મી ડિસેમ્બર છે વર્ષનો અંતિમ દિવસ છે ત્યારે 31મી ડિસેમ્બરની ઉજવણી કરવા માટે લોકો ફરવા જવાનું પસંદ કરતા હોય છે. ત્યારે હાલ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સહેલાણીઓ ઉમટી પડયા છે. એટલું જ નહીં આ વર્ષે તો અહીં 50 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત કરી હોવાનો રેકોર્ડ થયો છે.

આપને જણાવી દઇએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. તેના અનાવરણ બાદથી તે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આ સ્થળની મુલાકાતને લોકો પ્રાથમિકતા આપતા આવ્યા છે. ત્યારે દરેક વર્ષે અહીં આવતા મુલાકાતીઓની સંખ્યામાં સતતને સતત રેકોર્ડ બ્રેક વધાતો નોંધાતો જાય છે. ત્યારે આ વર્ષે પચાસ લાખથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે.
​​​​​​​

વર્ષ 2018માં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારે એ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત આશરે સાડાચાર લાખ લોકોએ કરી હતી. ત્યારે હવે માત્ર પાંચ વર્ષના સમયમાં પ્રવાસીઓની મુલાકાતનો આંકડો પચાસ લાખ સુધી પહોંચી ગયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application