તાપમાનમાં વધુ ૧થી ૪ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનો કહેર યથાવત

  • January 02, 2023 10:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગત સાહ હુંફાળુ રહ્યા બાદ શનિવારથી તાપમાનનો પારો ગગડવાનો શરૂ થતાં શરૂ થયેલી ઠંડી આજે પણ પારો ૧થી ૪ ડિગ્રી સુધી વધુ ગગડતો રહેતા સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં ઠંડીનો કહેર યથાવત રહ્યો છે અને તેમાં સૌથી વધુ નીચુ તાપમાન કચ્છના નલીયા અને જૂનાગઢ ગિરનાર પર્વત ઉપર ૬ ડિગ્રી સુધી થતાં લોકોએ ખૂબ જ ઠંડીનો અનુભવ કર્યેા હતો.





આ સિઝનમાં શિયાળાનો અનુભવ ખુબ મોડો થઇ રહ્યો છે ત્યારે છેલ્લા ૩ દિવસથી સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં ઉષણતમાનમાં સતત ત્રીજા દિવસે પણ ૧થી ૪ ડિગ્રી ઘટાડો તેમજ પવનની ઝડપ પણ સામાન્ય કરતા થોડી વધારે રહી છે. જેમાં સૌરાષ્ટ્ર્રમાં અમરેલી ખાતે ગઇકાલ કરતા તાપમાનમાં ૧ ડિગ્રી ઘટાડો સાથે લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી અને ભેજ ૭૧ ટકા નોંધાયું હતું. રાજકોટમાં ૨ ડિગ્રી સાથે ૧૧ ડિગ્રી અને ભેજ ૭૯ ટકા રહ્યો હતો. કચ્છના નલીયામાં ૪ ડિગ્રીના ઘટાડા સાથે ૬ ડિગ્રી ભેજ ૮૬ ટકા, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં ૧ ડિગ્રી ઘટાડા સાથે ૧૧ ડિગ્રી અને ભુજ ૮૧થી ૮૨ ટકા, ભુજ ખાતે ૨ ડિગ્રી ઘટાડા સાથે ૧૧ ડિગ્રી તાપમાન અને ભેજ ૭૨ ટકા નોંધાયું છે. આ ઉપરાંત ગાંધીનગરમાં ૧૧ ડિગ્રી અને ભેજ ૫૨ ટકા, વડોદરા ૧૨ ડિગ્રી અને ભેજ ૭૫ ટકા અને અમદાવાદમાં ૧૩ ડિગ્રી નીચામાં નીચું તાપમાન નોંધાયું હતું.


રાજકોટમાં આજે સવારનું ઉષ્ણતમાન ૧૨.૮ ડિગ્રી ત્યાર પહેલા ઓછામાં ઓછું ૧૧ ડિગ્રી અને ભેજ ૭૯ ટકા અને પવનની ઝડપ ૭ કિ.મી. સરેરાશ રહેતા ઠંડીનો અનુભવ થયો હતો. જયારે જૂનાગઢમાં શહેરમાં ૧૧ ડિગ્રી, તળેટીમાં ૯ ડિગ્રી અને ગિરનાર પર્વત ઉપર ૬ ડિગ્રી તાપમાન સાથે ૮૩ ટકા ભેજ અને પવનની સરેરાશ ઝડપ ૪.૩ કિ.મી.ની રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application