જાલીનોટ આપનાર હૈદરાબાદના ઇશ્ર્વરને ઝડપી લેવા ટીમ રવાના

  • January 23, 2023 10:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જાલીનોટ કૌભાંડમાં પુનાના કમલેશના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર વોટસએપ ચેટ મારફતે કમલેશનો હૈદરાબાદના શખસ સાથે સંપર્ક થયો'તો




રાજકોટ અને જામનગરની આંગડીયા પેઢી મારફત ા.૫૦૦ના દરની જાલીનોટ વટાવી લેવાના કૌભાંડમાં પોલીસે પુનાના કમલેશની ધરપકડ કરી તેના ૧૦ દિવસના રિમાન્ડ મેળાવ્યા છે.બીજી તરફ જાલી નોટ હૈદરાબાદના ઇશ્ર્વર પાસેથી લીધી હોવાની કબૂલાત આપતા પોલીસની એક ટીમ આ શખસને ઝડપી લેવા માટે હૈદરાબાદ રવાના કરવામાં આવી છે.





જાણવા મળતી વિગતો મુજબ,જાલીનોટના ચકચારી કૌભાંડમાં એ.ડિવિઝન પોલીસ મથકના પીઆઇ કે.એન.ભૂંકણની રાહબરીમાં ટીમ તપાસ ચલાવી રહી છે.જેમાં મૂળ રાજુલાના વતની અને હાલ રાજકોટ રહેતા ભરત ઉર્ફે કિશોર મેરામભાઈ બોરીચાએ આર્થિક ભીંસ હળવી કરવા તેજસ ઉર્ફે ગોપાલ રાજુભાઈ જસાન્ની, વિમલ બીપીનભાઈ થડેશ્વર તેના ભાઈ મયુર ઉપરાંત ગુરપ્રિતસીંગ ઘનશ્યામદાસ કારવાણીની મદદથી પુનાના કમલેશ જેઠવાલી પાસેથી કુલ ા.૪.૬૭ લાખની જાલીનોટો મંગાવી તેની સાથે અસલીનોટોમિક્ષ કરી રાજકોટ અને જામનગરની આંગડીયા પેઢીમાંથી વટાવી લીધી હોવાનું માલુમ પડયા બાદ પુનાના પીપરીમાં રહેતા કમલેશ ઉર્ફે કનૈયાલાલ શીવનદાસ જેઠવાણીને રાજકોટ લઈ અવાયા બાદ એ–ડીવીઝન પોલીસે કોર્ટમાં રજૂ કરી દસ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.




પોલીસે પૂછપરછ કરતા કમલેશે એવી કબુલાત આપી હતી કે, છએક મહિના પહેલા વોટસએપ ચેટ મારફત હૈદ્રાબાદના શખ્સનો સંપર્ક થયો હતો. જેની સાથે જાલીનોટ બાબતે વાતચીત થયા બાદ રાજકોટમાં રહેતાં તેના સંબંધી ગુરમિતસીંગે તેની પાસેથી જાલીનોટો મંગાવી હતી.જેથી તે રાજકોટમાં ૫૦૦ના દરની ૨ જાલીનોટનું સેમ્પલ લઈને આવ્યો હતો. જે ભરત વગેરેએ ઓકે કર્યા બાદ હૈદ્રાબાદથી ા.૫ લાખની જાલીનોટ લઈ આવ્યો હતો. જેમાંથી ૪.૬૭ લાખની જાલીનોટ ભરતને આપી હતી. આ ડીલમાં તેને કમાણી થતાં હૈદ્રાબાદથી બીજી ખેપમાં ા.૧૨ લાખની જાલીનોટ લઈ આવ્યો હતો.





હાલ પોલીસ દ્રારા જાલીનોટના આ કૌભાંડમાં હૈદરાબાદના ઇશ્ર્વરનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા માટે એક ટીમ હૈદરાબાદ રવાના કરી છે.તેના ઝડપાયા બાદ આ કૌભાંડમાં વધુ કેટલીક મહત્વની વિગતો સામે આવવાની શકયતા સેવાઇ રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application