અમદાવાદમાં સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલે ક્રાઈમ બ્રાન્ચના નામે 50 લાખનો તોડ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. સસ્પેન્ડ અને રીઢો પોલીસ કોન્સ્ટેબલ આકાશ પટેલે ક્રાઈમ બ્રાન્ચના નામે રૂપિયા 50 લાખનો તોડ કર્યો હોવાની વાત સામે આવી છે, પહેલા 5 કરોડ માગ્યા હતા. જોકે અંતે 50 લાખ નક્કી થયા અને આકાશ અને તેના સાગરિતો રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે.
લાયસન્સ વિના ફોરેન કરન્સી એક્સચેન્જનો તોડ કરતા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના નામે લાયસન્સ વિના ફોરેન કરન્સી એકસચેન્જનો આ લોકો ભેગા મળીને તોડ કરતા હતા. સાથે સાથે આકાશ પટેલે સામે અગાઉ પણ ઘણી ફરિયાદ નોંધાઈ છે. 5 કરોડની માગ કરીને 50 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે. આકાશે ફરિયાદીને કહ્યું કે જો ગુનો નોંધવામાં આવશે તો 15 વર્ષની જેલ થશે એના કરતા રૂપિયા આપી દો એમ કહીને તોડ કર્યો છે. જેમાં આકાશ પટેલ અને તેના સાગરિતો ફસાઈ ગયા છે.
ફરિયાદીએ CCTVના આધારે તપાસ બાદ કરી ફરિયાદ
આ સમગ્ર ઘટનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે અને આકાશ અને તેના સાગરિતો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી છે. આકાશ પટેલ પહેલા પાલડી પોલીસ સ્ટેશનમાં હતો તે સમયે પણ લોકો પાસેથી તોડ કરતો હતો અને વિવાદમાં રહેતો હતો, પાલડીથી બદલી થઈને આકાશ અન્ય પોલીસ સ્ટેશનમાં ગયો તો ત્યાં પણ તે સુધર્યો નહી અને લોકોને છેતરતો રહ્યો. અમદાવાદમાં કાર કૌંભાડમાં આકાશનું નામ સામે આવ્યું અને તેની સામે ગુનો નોંધાતા હાલમાં તે સસ્પેન્ડ છે અને તેની સામે ખાતાકીય કાર્યવાહી પણ ચાલી રહી છે.
મિહીર પરીખે નોંધાવ્યો ગુનો
મિહીર પરીખ નામના વ્યકિતએ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાવ્યો છે અને આરોપીઓ હાલ ફરાર છે, ત્યારે પોલીસની તપાસમાં શું ખુલાસો થાય છે તે જોવાનું રહ્યું. આકાશ પટેલે અગાઉ પણ ઘણા તોડ કર્યા છે અને તે પોલીસની નોકરીને લાયક પણ નથી ત્યારે પોલીસ આવા બેફામ આરોપીઓનું સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયાત્રાધામ દ્વારકામાં ભિક્ષુકવૃતિ નામે દાદાગીરી કે યાત્રિકોને કનડગતની પ્રવૃતિ?
January 03, 2025 01:06 PMભારતીય નારી ઇન બનારસી સાડી.... 5 એસેસરીઝ સાથે સાડીને આપો આકર્ષક દેખાવ
January 03, 2025 12:59 PMજામનગર શહેરમાં શિયાળાની ગુલાબી સવારનો અદ્ભૂત નજારો
January 03, 2025 12:12 PMગુજરાત એસટી નિમગ ઓનલાઈન ટિકિટ બુકિંગમાં દેશમાં પ્રથમ, જાણો રોજ કેટલી ઓનલાઈન ટિકિટ બૂક થાય છે
January 03, 2025 12:10 PMજામનગરમાં પટેલ યુવા ગ્રુપ અને AAP દ્વારા કલેકટર કચેરીએ આવેદનપત્ર
January 03, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech