સૂર્યકુમાર યાદવેને 'બેસ્ટ ફિલ્ડર એવોર્ડ' સાથે જીત્યા ફેન્સના દિલ, ગ્રાઉન્ડ્સમેન સાથેની ઉજવણીના ફોટો થયા વાઇરલ

  • November 13, 2023 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્લ્ડ કપની છેલ્લી લીગ મેચ ગઈકાલે રવિવારે રમાઈ હતી. આ મેચમાં ભારત અને નેધરલેન્ડની ટીમો આમને-સામને હતી. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે નેધરલેન્ડને આસાનીથી હરાવ્યું હતું. ડચ ટીમને 160 રનના વિશાળ અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત તરફથી શ્રેયસ અય્યર અને કેએલ રાહુલે શાનદાર સદી ફટકારી હતી. શ્રેયસ અય્યરને આ શાનદાર સદીની ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.


તો સૂર્યકુમાર યાદવને ડ્રેસિંગ રૂમ એવોર્ડમાં બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. બીસીસીઆઈએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સૂર્યકુમાર યાદવે બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ મેળવ્યા બાદ ગ્રાઉન્ડ્સમેન સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યો હતો. આ દરમિયાન એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમના ગ્રાઉન્ડસમેન ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. જો કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.



ભારત સિવાય દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ચૂક્યા છે. પ્રથમ સેમિફાઇનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ પછી બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો સામસામે ટકરાશે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.


ભારતીય ટીમ 9 મેચમાં 18 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. આ પછી સાઉથ આફ્રિકાની ટીમ બીજા ક્રમે જ્યારે ઓસ્ટ્રેલિયા ત્રીજા ક્રમે છે. જો કે, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના 14-14 પોઈન્ટ સમાન છે, પરંતુ સારા નેટ રન રેટના કારણે દક્ષિણ આફ્રિકા બીજા સ્થાને રહ્યું. આ પછી, ન્યૂઝીલેન્ડ 10 પોઈન્ટ સાથે સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ થનારી ચોથી ટીમ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application