અમેરિકન થિંક ટેન્ક પ્યુ રિસર્ચ સેન્ટરના ગ્લોબલ એટિટ્યુડ સર્વેમાં પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ 79%, તો ફેમસ વિપક્ષી નેતાઓમાં રાહુલ ગાંધીનું અપ્રુવલ રેટિંગ નોંધાયું 62 %
ભારતમાં ૮૫% લોકો માનો કે સૈન્ય શાસન અથવા મજબૂત નેતા દ્વારા શાસન દેશ માટે સારું રહેશે. અમેરિકન થિંક ટેન્ક પ્યુ રિસર્ચ સેન્ટરના તાજેતરના ગ્લોબલ એટિટ્યુડ સર્વેમાં, ૨૪ લોકશાહી દેશોમાં ભારતમાં સૌથી વધુ લોકોનો આ મત છે. સર્વે અનુસાર, ભારતમાં પ્રતિનિધિત્વ લોકશાહી એ શાસનની સારી રીત છે એવું માનનારા લોકોની સંખ્યામાં 2017ની સરખામણીમાં 2023માં નોંધપાત્ર ઘટાડો થયો છે. 2017 માં, આ માનનારા લોકોની સંખ્યા માત્ર 55 ટકા હતી. રસપ્રદ વાત એ છે કે, ભારતીયોનો એક મોટો વર્ગ ઇચ્છે છે, કે ચૂંટાયેલા અધિકારીઓના બદલે ટેકનોક્રેટ્સ શાસન કરે.
આ સર્વે ભારતમાં 25 માર્ચથી 11 મે, 2023 વચ્ચે રૂબરૂ મુલાકાતો દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. લિંગ, ઉંમર, શિક્ષણ, પ્રદેશ અને શહેરી-ગ્રામીણ પુખ્ત વસ્તીનું પ્રમાણસર પ્રતિનિધિત્વ કરવા માટે ઉત્તરદાતાઓના જવાબ લેવામાં આવ્યા હતા. જેમાં ઉત્તર-પૂર્વીય રાજ્યો અને આંદામાન-નિકોબાર, લક્ષદ્વીપનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.
પ્યુ રિસર્ચ સેન્ટરના સર્વે અનુસાર, ભારત એવા આઠ દેશોમાં સામેલ છે જ્યાં તાજેતરના વર્ષોમાં સરકારનું નેતૃત્વ કરવા માટે 'મજબૂત નેતા' માટેના સમર્થનમાં નોંધપાત્ર વધારો થયો છે. સર્વેમાં 10 વર્ષના શાસન બાદ પણ પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ 79% છે, જ્યારે અમેરિકામાં જો બિડેનનું એપ્રુવલ રેટિંગ 41% અને બ્રિટનમાં રિશી સુનકનું એપ્રુવલ રેટિંગ 45% છે.
સર્વેમાં ભારતીયોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રત્યે અવિશ્વાસ દર્શાવવામાં આવ્યો હતો. 55 ટકા લોકોએ કહ્યું કે જનપ્રતિનિધિઓ સામાન્ય જનતાના અભિપ્રાયની પરવા કરતા નથી. પરંતુ લિંગ પ્રતિનિધિત્વ મામલે એક સારી બાબત સામે આવી છે, જે મુજબ 68 ટકા લોકોએ કહ્યું કે જો વધુ મહિલાઓ ચૂંટાયેલા હોદ્દા પર રહેશે તો વધુ સારી નીતિઓ બનાવવામાં આવશે. સર્વેમાં વિશ્વના વિપક્ષી નેતાઓમાં રાહુલ ગાંધીનું અપ્રુવલ રેટિંગ પણ 62 ટકા જોવા મળ્યું હતું. અધીર રંજન ચૌધરી અને મલ્લિકાર્જુન ખડગેના એપ્રુવલ રેટિંગ અનુક્રમે 42 અને 46 ટકા નોંધાયા હતા. બ્રિટનમાં, કીર સ્ટારમરનું એપ્રુવલ રેટિંગ 41 હતું અને ટ્રમ્પનું એપ્રુવલ રેટિંગ 36 હતું. વૈશ્વિક સ્તરે ઈન્ડોનેશિયા અને સ્વીડનના વિપક્ષી નેતાનું એપ્રુવલ રેટિંગ રાહુલ કરતા વધારે હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech