રામલલ્લાના અભિષેક સમારોહમાં ભાગ લેવા માટે દેશના વિવિધ રાજ્યોમાંથી રામ ભક્તો 22 જાન્યુઆરીએ અયોધ્યા આવવાના છે. દેશના અનેક રામ ભક્તોએ પણ આ સમારોહની ખાસ તૈયારીઓ કરી છે.
ગુજરાતના લોકોમાં આ દિવસને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાપડ ઉદ્યોગ માટે જાણીતા ગુજરાતના સુરત શહેરમાંથી અયોધ્યા માટે ખાસ સાડી મોકલવામાં આવશે. રામ મંદિર અને ભગવાન રામની તસવીર સાથે છપાયેલી સાડીને અયોધ્યા મોકલવામાં આવશે.
આ સાડી વિશે વધુ માહિતી આપતા બિઝનેસમેન લલિત શર્માએ જણાવ્યું કે આ સાડી માતા સીતાની છે જો કે, તેમણે સાડી ક્યારે અયોધ્યા મોકલવામાં આવશે તે અંગે માહિતી આપી નથી, પરંતુ તેમણે કહ્યું કે સાડી 22 જાન્યુઆરી પહેલા અયોધ્યા પહોંચી જશે. તેમણે કહ્યું કે જે રામ ભક્તો 22 જાન્યુઆરીએ અયોધ્યા નથી જઈ શકતા તેઓ આવી કવાયત દ્વારા આ કાર્યક્રમનો ભાગ બની શકે છે, અમે ભગવાન રામ અને અયોધ્યા મંદિરના ચિત્રો સાથે એક ખાસ સાડી તૈયાર કરી છે. અમે તેને અહીંના મંદિરમાં લોકોના તેના દર્શન કરી શકે તે માટે રાખી છે
શર્માએ વધુમાં કહ્યું કે જો તેમને પરવાનગી મળશે તો તેઓ ભગવાન રામના તમામ મંદિરોમાં જ્યાં માતા સીતા પણ બિરાજમાન છે ત્યાં મફત સાડીઓ મોકલશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech