સુપ્રિમ કોર્ટે જૂનાગઢ કસ્ટોડીયલ ટોર્ચર કેસમાં પોલીસકર્મીઓની અરજી ફગાવી, સજા યથાવત રખાઈ  

  • October 31, 2023 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પીડિતને ૨૦૦૪માં પોલીસ કસ્ટડીમાં બેરહેમીથી માર મારી, મોં કાળું કરીને શહેરમાં પરેડ કરાવાઈ હતી, સુપ્રિમે હાઇકોર્ટના આદેશોને આપ્યું સમર્થન  




જસ્ટિસ સંજીવ ખન્ના અને એસવીએન ભાટીની ખંડપીઠે પોલીસકર્મીઓની અપીલને ફગાવી દીધી હતી અને ૨૦૧૭માં ભેસાણની મેજિસ્ટ્રિયલ કોર્ટ, ૨૦૨૨માં વિસાવદરની સેશન્સ કોર્ટ અને ત્યાર બાદ ઓગસ્ટમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશોને સમર્થન આપ્યું હતું. પીડિતના પરિવારનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ ભૌમિક ઢોલરિયાએ જણાવ્યું હતું કે, અને તેમને ત્રણ અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં મેજિસ્ટ્રિયલ કોર્ટે ચાર પોલીસકર્મીઓને તત્કાલિન પોલીસ સબ ઈન્સ્પેક્ટર બળવંત સોનારાને ત્રણ વર્ષની જેલની સજા અને ત્રણ કોન્સ્ટેબલ રમેશ પાનસુરિયા, રામજી મિયાત્રા અને દાદુભાઈ મેરને એક-એક વર્ષની કેદની સજા ફટકારી હતી. તેમાંથી એક, દાદુભાઈ મેર, હાઈઓર્ત સમક્ષ તેમની અપીલ પેન્ડન્સી દરમિયાન મૃત્યુ પામ્યા હતા.


કસ્ટોડિયલ ટોર્ચર અને જાહેરમાં શરમજનક રીતે ફેરવવાની આ ઘટના ૧૪ ફેબ્રુઆરી, ૨૦૦૪ના રોજ ભેસાણમાં બની હતી, હિમ્મત લિંબાણી નામના વ્યક્તિને એક ક્રોસ ફરિયાદમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો, તેને પોલીસ સ્ટેશનમાં માર મારવામાં આવ્યો હતો. બીજા દિવસે, પોલીસોએ લિંબાણીને મોં કાળું કરીને શહેરમાં પરેડ કરાવી હતી. તેના પરિવારના સભ્યો, જેમણે દયાની વિનંતી કરી હતી, તેમને પણ જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યા હતા. લિંબાણીને મેજિસ્ટ્રેટ સમક્ષ પણ રજુ કરવામાં આવ્યો ન હતો કે તે ત્રાસ અને જાહેરમાં અપમાનની ફરિયાદ કરી શકે છે અને પોલીસે તેને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન આપ્યા હતા. તેને નિર્દયતાથી મારવામાં આવ્યો હોવાથી, લીંબાણીને જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેની ફરિયાદ નોંધવામાં આવી ન હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application