આટકોટની દુકાનમાં સરકારી અનાજના જથ્થાને સીલ કરતું પુરવઠા વિભાગ

  • April 24, 2023 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ પુરવઠા નિરીક્ષકની ટીમ જસદણ પુરવઠા કચેરી ખાતે મીટીંગ અર્થે આવી રહી હતી. ત્યારે રસ્તામાં તેમને બાતમી મળી હતી કે જસદણના આટકોટ ગામની મેઈન બજારમાં આવેલ લીંબડી-પીપળી ચોક પાસે મોહમ્મદભાઈ આમદભાઈ મુળવદીયા નામનો દુકાનદાર પોતાની દુકાનમાં સરકારી અનાજનો જથ્થો ગ્રાહકો પાસેથી ખરીદ કરીને મુક્ત બજારમાં વહેંચે છે. જે બાતમીના આધારે પુરવઠા નિરીક્ષક સહિતની ટીમે તે દુકાન પર દરોડો પાડતા તે દુકાન દ્વારા તંત્રની ટીમ પહોંચે તે પૂર્વે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને તેનો મોબાઈલ પણ બંધ કરી દીધો હતો. બાદમાં રાજકોટ પુરવઠા નિરીક્ષકની ટીમે સ્થળનું રોજકામ કરી તે દુકાનને સીલ મારી દીધું હતું. બાદમાં તે દુકાનના શટર પર જ્યાં સુધી કોઈ સક્ષમ સત્તાધિકારી આ દુકાનની તપાસણી કરવા માટે ન આવે ત્યાં સુધી આ શટર ખોલવા પર મનાઈ કરવામાં આવે છે અને સક્ષમ સત્તાધિકારીની હાજરીમાં જ આપે આ દુકાન ખોલવાની રહેશે તેવી નોટીસ લગાવી દીધી હતી. હાલ આ સમગ્ર મામલે જસદણ પુરવઠા વિભાગની ટીમ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application