સુપર ઇન્ટેલિજન્ટ ડોગ, આંકડાની ગણતરી કરી ક્યૂટ રીતે આપે છે સચોટ જવાબ !

  • July 14, 2024 11:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માણસ પોતાની જરૂરિયાતો અને શોખ પ્રમાણે પોતાના ઘરમાં અનેક પ્રકારના પ્રાણીઓ રાખે છે. પ્રાણીઓને મનુષ્યનો ખૂબ સારો મિત્ર માનવામાં આવે છે. તેમની સાથે રહીને તેઓ પણ તેમની વાત સમજવા અને સાંભળવા લાગે છે. બધા પ્રાણીઓમાં, કૂતરાને સૌથી પ્રેમાળ, સંભાળ રાખનાર અને વિશ્વાસુ પ્રાણી માનવામાં આવે છે, જે મનુષ્યની ખૂબ કાળજી લે છે અને પરિવારના સભ્યની જેમ તેમના ઘરમાં તેમની સાથે રહે છે. જો તેઓને યોગ્ય રીતે તાલીમ આપવામાં આવે તો તેઓ તમને આશ્ચર્યજનક પરિણામો આપી શકે છે. આવા જ એક કૂતરાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.



તમે ઘણીવાર સારા સારા લોકોને પણ ગણિતના નામે કંટાળી જતા જોયા હશે, પરંતુ આજે અમે તમારી સાથે એક વીડિયો શેર કરી રહ્યા છીએ જેમાં એક કૂતરો તેના માલિકના કહેવા પર ગણિતના પ્રશ્નોના સાચા જવાબો આપતો જોવા મળે છે. હા, તમે તે બરાબર વાંચ્યું હાલમાં, એક વિડિયો વાઇરલ બની ગયો છે, જેમાં એક નાનકડું ડોગ ગણિતના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના સાચા જવાબો આપતું જોવા મળે છે.



એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં કેપ્શન આપવામાં આવ્યું છે, 'મેથ્સ વિથ માય ડોગ', જેમાં માલિક તેના કૂતરાને પૂછે છે કે 12/3 કેટલા થશે. થોડીવાર વિચાર્યા પછી, કૂતરો તેના પંજા વડે ચાર વાર મલિકના ખભાને સ્પર્શ કરીને જવાબ આપે છે. તે પછી તેમનો આગળનો પ્રશ્ન એ છે કે 7-4 કરીએ તો કેટલું બચશે. જવાબમાં, ડોગી મલિકના ખભાને ત્રણ વાર સ્પર્શ કરે છે. તે પછી ડોગને માલિક પૂછે છે કે 3 ગુણ્યા 2 કેટલા થશે. સાચો જવાબ આપતા, કૂતરો તેના માલિકના ખભાને 6 વખત સ્પર્શ કરે છે. અંતે કૂતરાના માલિકે તેને પૂછ્યું કે 5+2 શું છે. જવાબમાં, કૂતરો તેના માલિકના ખભાને ફરીથી સાત વાર સ્પર્શ કરે છે.



સમાચાર લખાય છે ત્યાં સુધીમાં આ વીડિયોને 2.8 મિલિયન લાઈક્સ મળી છે અને 1.2 મિલિયન વખત શેર કરવામાં આવ્યો છે. કેટલાક લોકો કોમેન્ટ બોક્સમાં કહે છે કે, 'લુનાના એક્સપ્રેશન્સે બધાના દિલ જીતી લીધા.' કેટલાક લોકો તેને સ્માર્ટ ડોગ કહી રહ્યા છે. આ વીડિયો જોઈને એક વ્યક્તિ કહે છે કે, 'મલિક 'ગુડ' કહેતા જ કૂતરો ત્યાં જ અટકી જાય છે, એટલે કે આ સિગ્નલ છે, કૂતરાને રોકવાની આ તેની યુક્તિ છે.' તમે જે પણ કહો, આ વીડિયોમાં કૂતરાની ક્યુટનેસથી દરેકના ચહેરા પર સ્માઇલ આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News