મૂળ યુપીના હાલ ગુજરાતમાં પાણીપુરી વેચનારના દીકરાએ કોલેજ પ્રશાશન સામે બાયો ચડાવી : ઓબીસી અને એસસીબીસી વિવાદ મામલે આખરે સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત
ગઈકાલે સુપ્રીમ કોર્ટે વચગાળાની રાહત આપતા, જાતિ પ્રમાણપત્ર અંગેના વિવાદને પગલે એક પાણીપુરી વેચનારના દીકરાના મેડિકલ કોલેજમાં પ્રવેશ રદ કરવાના આદેશ પર અસ્થાયી રૂપે સ્ટે મૂક્યો હતો. સ્ટે સાથે, એમબીબીએસ વિદ્યાર્થીને કોર્સમાં ફરીથી દાખલ કરી કરવાની અને અભ્યાસ ચાલુ રાખવાની પરવાનગી આપી છે.
જસ્ટિસ હૃષિકેશ રોય અને પ્રશાંત કુમાર મિશ્રાની ડિવિઝન બેન્ચે એમબીબીએસ વિદ્યાર્થી અલ્પેશકુમાર રાઠોડને વચગાળાની રાહત આપતા રાજ્ય અને કૉલેજ સત્તાવાળાઓને નોટિસ ફટકારી છે. 26 માર્ચના રોજ, ગુજરાત હાઈકોર્ટની એક ડિવિઝન બેન્ચે વિદ્યાર્થીના સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ (એસસીબીસી) કેટેગરી પ્રમાણપત્રની માન્યતા પર આપત્તિ વ્યક્ત કરી હતી અને વડોદરા મેડિકલ કોલેજમાં વ્યવસાયિક તબીબી શૈક્ષણિક અભ્યાસક્રમો માટેની પ્રવેશ સમિતિ અને સરકાર દ્વારા પ્રવેશ રદ કરવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું.
અલ્પેશકુમાર રાઠોડ, ઉત્તર પ્રદેશના વતની હતા પરંતુ હવે ગુજરાતના નિવાસી દરજ્જા સાથે, દસ્તાવેજોની ચકાસણીને કર્યા બાદ તેને કામચલાઉ પ્રવેશ આપવામાં આવ્યો હતો. ગુજરાતમાં એસસીબીસી કેટેગરી તરીકે વર્ગીકૃત થયેલ 'તેલી' પેટાજાતિમાંથી હોવાનો દાવો કરીને, વિદ્યાર્થીએ 20 ઓગસ્ટ, 2018 ના રોજ જાતિ પ્રમાણપત્ર સબમિટ કર્યું હતું. જો કે, ચકાસણીને પગલે, પ્રવેશ સમિતિએ જાતિ પ્રમાણપત્ર રદ કર્યું હતું. તે "ખોટું" છે કારણ કે તે ગુજરાતમાં તેલી જાતિ એસસીબીસી સમુદાયમાં આવે છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં આ જાતી ઓબોસી વર્ગમાં આવે છે. રાઠોડ દ્વારા તેના એડમીશન કેન્સલેશનને પડકારવામાં આવ્યો.
જાતિ પ્રમાણપત્ર રદ થતાં, તેમનો પ્રવેશ સપ્ટેમ્બર 2023 માં એમએસયુ સાથે સંલગ્ન વડોદરાની સરકારી મેડિકલ કોલેજ દ્વારા બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીએ હાઈકોર્ટમાં અરજી કરી કે તેની કેટેગરી એસસીબીસી માંથી સામાન્ય કેટેગરીમાં સ્થાનાંતરિત કરીને તેને પ્રવેશ આપવામાં આવે કારણ કે તેણે નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (અંડરગ્રેજ્યુએટ)ની ઓપન કેટેગરીમાં સારો રેન્ક મેળવ્યો હતો અને તેથી, તે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે લાયક હતો.
હાઇકોર્ટના સિંગલ જજે તેને મંજૂરી આપી હતી, ત્યારબાદ કોલેજની એડમિશન કમિટી દ્વારા સિંગલ જજના આદેશને હાઈકોર્ટની ડિવિઝન બેંચ સમક્ષ પડકારવામાં આવ્યો હતો. હાઇકોર્ટે સિંગલ જજના આદેશને રદબાતલ ઠેરવ્યો હતો. જો કે હવે સુપ્રીમે યુવકને આ મામલે વચગાળાની રાહત આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના ત્રણ પોલીસ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ. તરીકે પ્રમોશન અપાયા
April 04, 2025 10:28 AMજામનગરના વેપારીને ચેક પરતના કેસમાં બે વર્ષની જેલસજાનો આદેશ
April 04, 2025 10:25 AMઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશર નોમની ઉજવણી
April 04, 2025 10:22 AMજામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ જન્મદિવસ ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરી
April 04, 2025 10:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech