હૈદરાબાદની વિદ્યાર્થીનીની લંડનમાં આ બાબતે બ્રાઝિલિયન યુવકે કરી હત્યા

  • June 14, 2023 05:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લંડનમાં હૈદરાબાદના 27 વર્ષીય વિદ્યાર્થીની હત્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસનું કહેવું છે કે બ્રાઝિલમાં રહેતા એક વિદ્યાર્થીએ આ ઘટનાને અંજામ આપ્યો છે. આ સમગ્ર કેસમાં કુલ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક સમય અનુસાર આ ઘટના મંગળવારે સવારે 10 વાગ્યે બની છે.મૃતકની ઓળખ કોન્થમ તેજસ્વિની તરીકે થઈ છે. આ ઘટનામાં હૈદરાબાદની અન્ય એક વિદ્યાર્થીની પણ ઘાયલ થઈ છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.


હૈદરાબાદમાં રહેતા તેજસ્વિનીના પિતરાઈ ભાઈ વિજયે જણાવ્યું કે તેની બહેન લંડનના વેમ્બલીમાં નીલ્ડ ક્રેસન્ટ વિસ્તારમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે શેરિંગમાં ભાડે રહેતી હતી. લગભગ એક અઠવાડિયા પહેલા બ્રાઝિલનો આરોપી યુવક ત્યાં શિફ્ટ થયો હતો. કોઈ બાબતે ઝઘડો થતાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે તેજસ્વિની આ વર્ષે માર્ચમાં તેની માસ્ટર ડિગ્રી માટે લંડન ગઈ હતી.


સ્થાનિક પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્થળ પરથી શંકાના આધારે 24 વર્ષીય પુરુષ અને 23 વર્ષની એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં યુવતીને છોડી દેવામાં આવી હતી. ત્યારબાદ અન્ય 23 વર્ષીય શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી હતી.


ડિટેક્ટીવ ચીફ ઇન્સ્પેક્ટર લિન્ડા બ્રેડલીએ આ સમગ્ર એપિસોડ પર કહ્યું કેસની તપાસ ઝડપથી ચાલી રહી છે. આ આરોપી વિરુદ્ધ વધુમાં વધુ માહિતી આપવાની અમારી અપીલનો જવાબ આપવા બદલ હું લોકોનો આભાર માનું છું. તે હવે અમારી કસ્ટડીમાં છે. તેણે કહ્યું કે હું સમજી શકું છું કે આ ઘટના પછી લોકોને કેવા પ્રકારની ચિંતા હશે. હું તેમને જણાવવા માંગુ છું કે એક સમર્પિત ટીમ હત્યાની તપાસ કરી રહી છે જેથી જે પણ થયું છે તે સામે આવી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application