જહાં ચાહ વહી રાહ... ગરીબીમાંથી જન્મી પ્રતિભા આઈએમ બ્લુકોલર્સ સ્ટાર્ટઅપનાં સ્થાપકની સંઘર્ષ કહાની

  • August 01, 2023 03:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સીડી–ડીવીડી વેચી ગુજરાન પણ ચલાવ્યું: કેમિસ્ટ્રીમાં પીએચડી થઈ નોકરી શરૂ કર્યા બાદ અનેક સંઘર્ષેાનું ખેડાણ કરી સ્ટાર્ટઅપ સુધી હવે અનેકને અપાવશે રોજગારી: 'આજકાલ' સાથે ખાસ વાતચીત




દરેક બાળકના પોતાના સપના હોય છે, પોતાની ઈચ્છાઓ હોય છે પરંતુ પરિસ્થિતિ બધાની સરખી કે સાનુકૂળ નથી હોતી. બાળપણમાં ડો.રિતેશે જોયું કે પિતા કોઈને કોઈ મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. જયારે ઘરના બે છેડા જ માંડ માંડ ભેગા થતા હોય ત્યારે સપનાઓ કે ઈચ્છાઓ પુરી થવાની વાત જ વિચારી શકાય એમ ન હતી. પરિસ્થિતિ જયારે અનુકૂળ ન હોય ત્યારે બાળકો પણ ઘણા વહેલા સમજણા થઈ જતાં હોય છે. ડો.રિતેશને પણ બાલ્યાવસ્થાથી જ પિતાની સાથે ખભેખભા મિલાવીને ઉભા રહેવાની શનિવારી બજારમાં અને મેટોડામાં બુધવારીમાં સીડી–ડીવીડી વેચવાનું કામ કરેલું છે. સખત મહેનત પછી પણ ધારી સફળતા ન મળે ત્યારે માણસ નિરાશ થઈ જતો હોય છે. ડો.રીતેશ ભટ્ટ સાથે પણ આવું જ થયું. તેમને પિતાએ એક સલાહ આપેલી કે દીકરા, ખાલી ખીસ્સે જીવતા શીખી જવું જોઈએ.





આ સલાહ ઉપરથી એક વાત સમજાઈ ગઈ હતી કે જો આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું છે તો ભણવું પડશે અને જીવનમાં આગળ વધવું પડશે. ભણવાનું ચાલુ કર્યુ પણ અહીં પણ સંઘર્ષ લખેલો હતો. એક સમય એવો આવ્યો કે યારે કોલેજની ફી ભરવાના પણ પૈસા ન હતા. એક તબક્કે ડો.રિતેશને ભણવામાંથી મન ઉઠી ગયું હતું અને થયું હતું કે, આવી લાચારી કરતા તો મજૂરી કરીને પરિવારની મદદ કરું એ વધુ સારું રહેશે. પણ કહેવાય છેને કે જહાં ચાહ વહી રાહ. એમના એક મિત્ર એમને રાજકોટના નલીનભાઈ ઝવેરી પાસે લઈ ગયા અને નલીનભાઈએ રિતેશ વિષે બધું જાણ્યા બાદ અને એમની ભણવાની ધગસ જોઈને એમની ફી પોતે ભરી આપી અને ડો.રિતેશને આગળ ભણવા માટેનો રસ્તો ખોલી આપ્યો.





તેમરે મનમાં ગાંઠવાળી લીધી હતી કે ભણવું જ છે અને આગળ જતાં તેઓ કેમિસ્ટ્રી વિષયમાં પીએચડી થયા. ત્યારબાદ મુંબઈની એક સારી કંપનીમાં નોકરી શરૂ કરી અહીંથી આગળ વધીને તેઓ યુરોપ ગયા અને ત્યાંની એક કોલેજમાં લેકચરર તરીકે નોકરી શરૂ કરી યુરોપ આવ્યા પછી બધુ સારાવાન થશે એમ લાગતું હતું પણ અહીં પણ પડકારોએ પીછો ન છોડયો માત્ર એક જ વર્ષમાં યુરોપમાં મંદી આવી અને એમની નોકરી છુટી ગઈ.





ગાંઠવાલી કે જે કામ મળશે એ કરીશ પણ અહીં જ રહીશ. તેમણે ડેન્માર્ક અને સ્વીડનની હોટેલ અને રેસ્ટોરન્ટમાં ૭ વર્ષ સુધી કયારેક વેઈટર, ડીશ વોશર, કલીનર અને તો કયારેક બાર ટેન્ડર તરીકે કામ કર્યુ. તેમના પત્નીએ પણ ટુરિઝમ લેબર તરીકેની નોકરીઓ કરી રિતેશને સપોર્ટ આપેલો.



ત્યારબાદ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યુ અને આગળ વધતા ગયા પોતાની બ્લુ કોલર્સની લાઈફની પરિસ્થિતિથી સારી રીતે વાકેફ અને અનુભવી એવા ડો.રિતેશને થયું કે જો વિકસીત દેશોમાં બ્લુ કોલર્સની આ હાલત છે તો મારા પોતાના દેશ એવા ભારતમાં તો બ્લુ કોલર્સની શું હાલત હશે? ભારતના બ્લુ કોલર્સને મદદરૂપ થવા એમને ટેકનોલોજી સાથે જોડી એમની વ્યવસાય વધારવા સહયોગ આપવો એ પણ કોઈપણ ચાર્જ લીધા વિના આ વિચારથી આઈએમ બ્લુ કોર્લસની શરૂઆત થઈ.



આજે મોબાઈલ અને ઈન્ટરનેટ ક્રાંતિના લીધે હવે બધી જ વસ્તુઓ ઓનલાઈન થવા લાગી છે. ત્યારે બ્લુ કોલર્સ વ્યવસાય કરતા લોકો પાસે પોતાનું કામ કરવાની આવડત તો છે પરંતુ એટલી મુડી નથી કે આધુનિક યેકનોલોજીમાં રોકાણ કરી શકે. આવા લોકોની મદદ કરવા. એમને સાથ આપવા, એમનું જીવનધોરણ સુધારવા. એમને ટેકનોલોજીનો સપોર્ટ આપવા માટે જ આઈએમ બ્લુ કોલર્સ બીડુ ઝડપયું છે. તેમણે આ માટે આઈએમ બ્લુ કોલર્સ નામની વેબસાઈટ અને એન્ડ્રોઈડ તથા આઈઓએસ એપ લોન્ચ કરી છે. આ પ્લેટફોર્મની મદદથી સ્કોલ આધારીત અન–ઓર્ગેનાઈઝડ સેકટર સાથે જોડાયેલા લોકોને વ્યવસાયમાં વેગ મળશે. આ પ્લેટફોર્મ દ્રારા પોતાના વ્યવસાયનું ફ્રીમાં બ્રાન્ડિંગ કરી શકશે.



આ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન થકી કૌશલ્ય અને મહેનત–મજદૂરી સાથે જોડાયેલા લોકોની ડિજિટલ ઓળખ ઉભી થશે.
ભવિષ્યમાં સમગ્ર ગુજરાતના બધા જિલ્લાઓને આવરી લેવામાં આવશે અને ત્યારબાદ ભારતભરમાં આનો ફેલાવો કરી લાખો–કરોડો લોકોના જીવનધોરણને સુધારવા મદદરૂપ થવાની યોજના છે. આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવા માટે  https://www.imbluecollars.com/ અથવા વ્યવસાયની વિગત ૯૧ ૭૪૩૫૦૦૫૦૦૧ પર વ્હોટસઅપ પર મોકલી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application