વેપારીનો ગજબનો કીમિયો, ગેરકાયદેસર રીતે વેચાણ વિદેશી સિગારેટ વેચવા બધામાંથી કાઢી નાખ્યા સ્ટીકર્સ !

  • July 23, 2023 06:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉના શહેરમાં બસસ્ટેન્ડ સામે ટોબેકો નામની પેઢીમાં જીલ્લા એસ ઓ જી બ્રાન્ચે દરોડો પાડી ગે.કા. વિદેશી સિગારેટનો જથ્થા સાથે એક વેપારીની ધડપકડ કરી હતી. અને સિગારેટનો જથ્થો આપનાર સહીત બે શખ્સો સામે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

ઉના શહેરમાં બસસ્ટેન્ડ સામે હરેશકુમાર કેશવલાલ ટોબેકો નામની દુકાનમાં જુદી જુદી વિદેશી કંપનીઓની પ્રતિબંધિત સિગારેટના જથ્થાનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હોવાની બાતમી આધારે જીલ્લા એસ ઓ જી ટીમે દરોડો પાડયો હતો. જેમાં દુકાનની અંદરથી વેચાણ માટે રાખેલો ગે. કા. વિદેશી સિગારેટનો જથ્થો મળી આવ્યો છે. વેપારી દુકાનમાં અલગ અલગ કંપનીના સિગારેટના પેકેટ્સ કે જેની ઉપર કોઈ સ્કલ ક્રોસબોન, વોર્નિંગ કે કેન્સરની બીમારી દર્શાવતા કોઈ જાતના સ્ટીકર, ન દેખાતા તેમજ ચેતવણી દર્શાવેલ ન હોય તે રીતે ગેરકાયદેસર સિગારેટના પેકેટનો જથ્થો રાખી વેચાણ કરતો હતો. 

વિદેશી સિગારેટના 547 બોક્ષ સહિતનો મુદામાલ પકડી પાડયો હતો. પોલીસે જવાબદાર શખ્સો વિરૂદ્ધ પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application