વાસી ગ્રેવી, અખાધ ચીકી, અનહાઇજેનિક કેન્ડી ઝડપાઇ

  • February 14, 2023 11:34 PM 
હોમ મેઇડ ફડ એકસપ્રેસમાં પાંચ કિલો વાસી ગ્રેવી, શ્રી સીઝન સ્ટોરમાં ત્રણ કિલો એકસપયરી ડેઈટ વિતાવેલી ચિકી, રંગોલી આઇસ્ક્રીમમાં અનહાઇજેનિક કેન્ડીના ત્રણ કિલો જથ્થાનો નાશ: મિકસ સબ્જી, સિંગતેલનું સેમ્પલિંગ: વિલિયમ હોન્સ પિત્ઝા, લસ્સીવાલા, મુખવાસ વલ્ર્ડ સહિતની ૨૩ દુકાનમાં ચેકિંગ રાજકોટ મહાનગરપાલિકાની ફડ બ્રાન્ચ દ્રારા વન વીક વન રોડ ઝૂંબેશ હેઠળ કોટેચા ચોકથી કિડની હોસ્પિટલ–યુનિવર્સિટી રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૨૪ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં ચકાસણી દરમિયાન કુલ ૧૧ કિલો વાસી, એકસપાયરી ડેઈટ વિતાવી ચુકેલ અખાધ્ય ખોરાકનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તથા સાત પેઢીને લાઇસન્સ મેળવવા તથા હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. વિશેષમાં મહાપાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારીએ વિગત જાહેર કરતા જણાવ્યું હતું કે વન વીક વન રોડ ઝૂંબેશ અંતર્ગત ફડ વિભાગ દ્રારા આજ રોજ શહેરના કોટેચા ચોકથી કિડની હોસ્પિટલ– યુનિવર્સિટી રોડ વિસ્તારમાં આવેલ હોમ મેઇડ ફડ એકસપ્રેસમાં પાંચ કિલો વાસી ગ્રેવી અને શાકભાજીનો સ્થળ પર નાશ કર્યેા હતો તથા હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. શ્રી સિઝન સ્ટોરમાં ત્રણ કિલો એકસપાયરી થયેલી ચીકીનો સ્થળ ઉપર નાશ કર્યેા હતો તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. રંગોલી કોલ્ડિ્રંકસ–આઈસક્રીમ શોપમાંથી અનહાઇજિનિક રીતે સંગ્રહ કરેલ ત્રણ કિલો આઈસક્રીમ કેન્ડીનો સ્થળ પર નાશ કર્યેા હતો. પ્રાઇડ ડીલિસિયસ બેકરીને યોગ્ય સ્ટોરેજ તથા હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ, ધ ગ્રાન્ડ ભારત ફડ ઝોનને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ, ગાયત્રી ટ્રેડિંગને લાઇસન્સ મેળવવા નોટિસ, રમણીકલાલ ગોપાલજી ગાંધીને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત બાલાજી સુપર માર્કેટ, રાજેશ અનાજ ભંડાર, નવ દુર્ગા ટી સ્ટોલ, પટેલ ફરસાણ હાઉસ ભારત ટી એન્ડ પાન, મનીષ પાન એન્ડ કોલ્ડિ્રંકસ, પ્રેશ મેડિસિન, કોઠા કચોરીવાલા, કષ્ટ્રભંજન મેડિકલ સ્ટોર, દ્રારકાધીશ હોટેલ, મુખવાસ વલ્ર્ડ, વિલિયમ જોન્સ પિઝા, લસ્સીવાલા, માતિ પાન એન્ડ કોલ્ડિ્રંકસ, મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા, શ્રીરામકૃપા ડેરી ફાર્મ મેગસન સહિતની દુકાનોમાં ચકાસણી કરવામાં આવી હતી. આરોગ્ય અધિકારીએ ઉમેયુ હતું કે ફડ સેમ્પલની કામગીરીમાં ફુડ સેટી સ્ટાન્ડર્ડ એકટ–૨૦૦૬ હેઠળ મિકસ સબ્જી (પ્રિપેર્ડ –લુઝ)નું સેમ્પલ હોમ મેઇડ ફડ એકસપ્રેસ, પંચાયત ચોક પાસે, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતેથી તેમજ જયશ્રી ડબલ ફિલ્ટર્ડ ગ્રાઉન્ડ નટ ઓઇલ ૧૫ કિલો પેકિંગમાંથી સિંગતેલનું સેમ્પલ ગોકુલ જનરલ સ્ટોર, ગોકુલ નગર શેરી ન.ં ૨, સતં કબીર રોડ, રાજકોટ ખાતેથી લેવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application